મહારાષ્ટ્ર

Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કોને થશે ફાયદો કે નુકશાન ? યોગેન્દ્ર યાદવે કર્યું પરિણામનું પૂર્વાનુમાન

નવી દિલ્હી : મહારાષ્ટ્રની(Maharashtra) તમામ 48 લોકસભા બેઠકો(Lok Sabha Election 2024) પર મતદાન પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન મહાયુતિ અને મહાવિકાસ અઘાડીની જીત અને હારને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તેવા સમયે એક સમાચાર ચેનલને રાજકીય નિષ્ણાત અને સ્વરાજ ઈન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે આ વખતે મહારાષ્ટ્રમાં NDAને 20 સીટો પર નુકસાન થઈ શકે છે.

રાજકીય નિષ્ણાત યોગેન્દ્ર યાદવે કહ્યું, “મહારાષ્ટ્રમાં મારુ આકલન એ છે કે NDA અહીં 20 બેઠકો ગુમાવશે.” કારણ કે મહારાષ્ટ્રમાં ચૂંટણી એ વખતે યોજાઇ જ્યારે અસલી શિવસેના કોની છે? આ એકદમ નક્કી છે. મુંબઈ આવ્યા પછી તરત જ નિર્ણય થયો. જ્યારે અસલી NCP કોણ છે? તે નક્કી કરવામાં શરદ પવારનો મોટો હાથ છે.


Read More | Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશમાં આખરી તબક્કા PM Modi સહિત 144 ઉમેદવારોની અગ્નિ પરીક્ષા, આ ઉમેદવારો પર રહેશે નજર


મહારાષ્ટ્રમાં એનડીએ 20 બેઠકો ગુમાવશે : યોગેન્દ્ર યાદવ

તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં ગત વખતે એનડીએને કુલ 42 બેઠકો મળી હતી પરંતુ આ વખતે હું 22થી વધુ બેઠકો મળે તેવી કોઇ સ્થિતિ નથી. જે 20 બેઠકોનું નુકસાન છે. જેમાં ભાજપનું નુકસાન માત્ર 5 બેઠકોનું છે. 15 બેઠકોનું નુકસાન અન્ય ગઠબંધન ભાગીદારોને થયું છે. મારી પોતાની સમજ છે કે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવારની હાલત ચૂંટણી પછી એટલી ખરાબ થઈ જશે કે તમને મળશે નહિ.

મહારાષ્ટ્રમાં ભાજપને કેટલી સીટો મળશે?

તેમણે એમ પણ કહ્યું કે, “ભાજપ વધુ બેઠકો નહિ ગુમાવે કારણ કે તેણે ગત વખત કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડી છે.” તેથી હું ભાજપને 4-5 બેઠકોનું નુકસાન માનું છું. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે 5 તબક્કામાં મતદાન થયું છે. 4 જૂને પરિણામ જાહેર થશે.


Read More | Lok Sabha Election: અંતિમ તબક્કામાં 57 બેઠક પર ૨૯૯ ઉમેદવાર કરોડપતિ


આ વખતે મહારાષ્ટ્રમાં બે ગઠબંધન છે. મહાયુતિ જેમાં ભાજપ, સીએમ એકનાથ શિંદેની પાર્ટી શિવસેના અને ડેપ્યુટી સીએમ અજિત પવારની પાર્ટી એનસીપી સામેલ છે. જ્યારે ઇન્ડી ગઠબંધન હેઠળ મહા વિકાસ અઘાડી (MVA) જેમાં શરદ પવારની પાર્ટી NCP (SP), ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.

મહાયુતિમાં ભાજપ 28 બેઠકો પરથી મેદાનમાં

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહાયુતિમાં ભાજપ 28 બેઠકો પરથી, શિવસેના(એકનાથ શિંદે) 15 બેઠકો પરથી જ્યારે એનસીપી(અજિત પવાર) ચાર બેઠકો પરથી ચૂંટણી લડી હતી. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો કૉંગ્રેસ 17 બેઠક પરથી શિવસેના(ઉદ્ધવ ઠાકરે) 21 બેઠક પરથી જ્યારે એનસીપી (શરદ પવાર) 10 બેઠક પરથી ચૂંટણી લડી હતી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા