મહારાષ્ટ્ર
નાગપુર-ગોવા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનો લાતુરના ખેડૂતોનો વિરોધ
મુંબઈ: નાગપુર-ગોવા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનો બીડના ખેડૂતોએ શુક્રવારે દેખાવો કરીને વિરોધ કર્યો હતો. 802 કિ.મી. લાંબો હાઈવેને ખેડૂતોની ખેતીલાયક જમીનને હડપ કરીને કોન્ટે્રક્ટરોના લાભ માટે બનાવવામાં આવી રહ્યો છે જેને કારણે ખેડૂતોની તકલીફમાં વધારો થશે, એવા દાવો આંદોલનકારીઓએ કર્યો હતો.
સ્થાનિક તહેસીલની ઓફિસ નજીક આંદોલનકારીઓએ સવારે 11થી 3 દરમિયાન દેખાવો કર્યો હતો, જેમાં રેનાપુર, લાતુર અને ઔસાના ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનો વિરોધ હોવા છતાં સરકારે હાઈવે બનાવવાના પ્લાનને પડતો નથી મૂક્યો, એવું સ્વાભિમાન શેતકરી સંગઠનના નેતા અનિલ બ્યાલેએ જણાવ્યું હતું.