બોગસ સુસાઇડ નોટ્સ: પોલીસે લાતુર કોર્ટમાં પાંચ જણ સામે ત્રણ આરોપનામાં દાખલ કર્યાં...
મહારાષ્ટ્ર

બોગસ સુસાઇડ નોટ્સ: પોલીસે લાતુર કોર્ટમાં પાંચ જણ સામે ત્રણ આરોપનામાં દાખલ કર્યાં…

લાતુર: આત્મહત્યા કરનાર લોકોની બોગસ સુસાઇડ નોટ બનાવવાના આરોપનો સામનો કરી રહેલા પાંચ જણ સામે પોલીસે મંગળવારે લાતુર જિલ્લાની અલગ અલગ કોર્ટમાં ત્રણ આરોપનામાં દાખલ કર્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ જાતિ આધારિત અનામત, નોકરીઓ અને નાણાકીય વળતર માટે દબાણ લાવવા ખોટી માહિતી રજૂ કરીને સંબંધિત અધિકારીઓ અને રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

લાતુરના રહેવાસીઓ એવા પીડિતો દ્વારા કથિત રીતે લખાયેલી સુસાઇડ નોટ્સ તેમના સંબંધીઓ અથવા પરિચિતોએ ક્વોટાના મુદ્દાને લઇ સરકાર પર દબાણ લાવવા અને આર્થિક મદદ મેળવવા બોગસ તૈયાર કરી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે આરોપીઓએ જાણી જોઇને બોગસ નોટ્સ બનાવી હતી.

જે મૃતકો દ્વારા લખાઇ હોય એવું લાગે. જોકે ફોરેન્સિક એનાલિસિસ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડી હતી.
આ મહિનાની શરૂઆતમાં છેતરપિંડી સામે આવી હતી. તમામ કથિત આત્મહત્યા હવે આકસ્મિત મૃત્યુ ગણવામાં આવી રહી છે, એમ પોલીસે ઝણાવ્યું હતું.

પાંચ જણમાં ધનાજી શિવાજી મુળે, માધવ રામરાવ પિટાલે, શિવાજી જાધવ, નરેન્દ્ર જક્કલવાડ અને તાનાજી જાધવનો સમાવેશ હોઇ તેમની સામે લાતુર જિલ્લાના અહમદપુર, નિલંગા અને ચાકુર પોલીસ સ્ટેશનમાં ક્રિમિલ કેસ દાખલ છે. (પીટીઆઇ)

આ પણ વાંચો…લાતુરમાં ઓબીસી યુવકની આત્મહત્યા: વડેટ્ટીવારે મહારાષ્ટ્ર સરકાર અને મરાઠા જીઆરને જવાબદાર ઠેરવ્યા

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button