મહારાષ્ટ્ર

ડ્રગ્સ કેસના આરોપીને મદદ કરવા તેના ભાઇ પાસે માગી લાંચ: સબ-ઇન્સ્પેક્ટર ઝડપાયો

થાણે: ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન અપાવવામાં મદદ કરવા માટે તેના ભાઇ પાસે લાંચ માગવા બદલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એસીબીએ શુક્રવારે ધરપકડ કરેલા સબ-ઇન્સ્પેક્ટરની ઓળખ રામનાથ તંડાલકર (56) તરીકે થઇ હોઇ તે નયાનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.

આપણ વાંચો: બે લાંચિયા અધિકારીઓ પર તવાઈ; ગીર સોમનાથમાં એક લાખની લાંચ લેતો અધિકારી ઝબ્બે

મેફેડ્રોન ડ્રગ્સ વેચવા બદલ ધરપકડ કરાયેલા આરોપીને જામીન અપાવવામાં મદદ કરવા અને તેની તરફેણમાં કોર્ટમાં નિવેદન આપવા બદલ સબ-ઇન્સ્પેક્ટર રામનાથે આરોપીના ભાઇ પાસે 70 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જોકે તડજોડને અંતે રામનાથ 50 હજાર રૂપિયા સ્વીકારવા તૈયાર થયો હતો, એમ એસીબીના અધિકારીએ કહ્યું હતું.

દરમિયાન આરોપીના ભાઇએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને અધિકારીઓએ શુક્રવારે છટકું ગોઠવીને રામનાથને લાંચ લેતાં પકડી પાડ્યો હતો. રામનાથ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોઇ આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button