લાડકી બહેન યોજના: આવકનું પ્રમાણપત્ર આપવા મહિલાઓ પાસેથી નાણાં વસૂલનારો તલાટી સસ્પેન્ડ
અકોલા: અકોલા જિલ્લામાં લાડકી બહેન યોજના હેઠળ આવકનું પ્રમાણપત્ર આપવા માટે અરજદાર મહિલાઓ પાસેથી નાણાં વસૂલવા બદલ તલાટીને બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગયા સપ્તાહે વાર્ષિક બજેટમાં જાહેર કરાયેલી રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ના લાભો લેવા મહિલાઓ આવકનું પ્રમાણપત્ર મેળવવા તલાટી કચેરીમાં ઉમટી પડી હતી. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાને દર મહિને રૂ. 1,500 આપવામાં આવશે. નિયમો અનુસાર આવકનું પ્રમાણપત્ર સત્તાવાળાઓ દ્વારા મફતમાં આપવામાં આવે છે.
આ પન વાચો : મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના માટે વય મર્યાદા વધારીને 65 વર્ષ કરી
સબ-ડિવિઝનલ ઓફિસર શરદ જવાળેએ જણાવ્યું હતું કે જિલ્લાના ઉમરી ગામમાં તલાટી રાજેશ શેળકે આવકનું પ્રમાણપત્ર આપવા માટે મહિલાઓ પાસેથી રૂ. 30થી રૂ. 60 લેતો વીડિયોમાં નજરે પડ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
વીડિયો સામે આવ્યા બાદ અકોલાના તહેસીલદારે આરોપની તપાસ કરવા માટે સમિતિની રચના કરી હતી. સમિતિએ રાજેશ શેળકને દોષી ગણાવ્યો હતો, જેને પગલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ