મહારાષ્ટ્ર

લાડકી બહિણ યોજના: કોંગ્રેસના વિરોધ વચ્ચે અજિત પવારે હપ્તાની તારીખ અંગે કરી મોટી વાત…

પુણે: મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના’ ફરી એકવાર રાજકારણના કેન્દ્રસ્થાને આવી છે. લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ એકનાથ શિંદેની સરકારે ‘લાડકી બહિણ યોજના’ અમલમાં મૂકી હતી, અને આ યોજનાને કારણે જ રાજ્યમાં મહાયુતિને સત્તા મળી. હવે, મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન લાડકી બહિણ યોજના ફરી ચર્ચામાં આવી છે.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા ગિરીશ મહાજન અને મુંબઈથી ભાજપના ઉમેદવાર તેજસ્વી ઘોસાળકરે પોસ્ટ શેર કરી હતી કે લાડકી બહેનોને ડિસેમ્બર અને જાન્યુઆરીના હપ્તા એકસાથે મળશે, એટલે કે ૩,૦૦૦ રૂપિયા, મકર સંક્રાંતિ પહેલા. સત્તાધારી પક્ષોના આ પ્રચાર પછી કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને વિનંતી કરી હતી કે ‘લાડકી બહિણ યોજના’ના પૈસા ૧૪ જાન્યુઆરી પછી આપવામાં આવે.

આ જ પત્રમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ યોજનાની વિરુદ્ધમાં નથી. આ તમામ ગતિવિધિઓ વચ્ચે નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની પ્રતિક્રિયા સામે આવી છે. અજિત પવારે જણાવ્યું હતું કે, જો ચૂંટણી પંચ કહેશે તો અમે ૧૪ જાન્યુઆરીનો હપ્તો આગળ વધારીશું.

તેમને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અજિત પવારે જણાવ્યું હતું કે જો ચૂંટણી પંચ કહેશે તો અમે લાડકી બહિણ યોજનાનો હપ્તો ૧૬ તારીખે આપીશું. લાડકી બહિણ યોજના અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને લખેલા પત્રના સંદર્ભમાં અજિત પવારને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…લાડકી બહિણ યોજના e-KYC: એક ભૂલ અને બેંક ખાતું ખાલી! અરજી ફોર્મ ભરતી વખતે ‘આ’ સાવચેતી રાખો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button