મહારાષ્ટ્ર

અતિથિ દેવો ભવઃની પરંપરાને શરમાવે તેવી ઘટના બની મહારાષ્ટ્રમાં, વીડિયો જોશો તો…

પુણેઃ સદીયોથી ભારતની પરંપરામાં મહેમાનોને ભગવાનની જેમ પૂજવાની પરંપરા છે. મહેમાન ઘરે આવે તો આજેપણ તેમની ખાસ આગતાસ્વાગતા કરવામાં અનેક પરિવારો માને છે. મહારાષ્ટ્રનું પુણે પણ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે અહીં એર કોરિયન યુવતી સાથે થયેલા દુરવ્યવહારએ સૌને શરમાવ્યા છે અને વીડિયો જોઈને નેટીઝન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

અન્ય ઘણા દેશની મહિલાઓ છે જે મુક્તપણે વિહરવા અને સ્ત્રી-પુરુષ સાથે એકસરખી નિખાલસતાથી વાત કરવા ટેવાયેલી હોય છે. તેમને પુરુષો સાથે હાથ મિલવવા કે ભેટવા કે નજીક આવી ફોટા પડાવવા વગેરે અજુગતું નથી લાગતું, પરંતુ તે જે રીતે થાય છે તે મહત્વનું હોય છે. પુણેમાં એક બદમાશે એક કોરિયન બ્લોગરને નજીક લઈ તેના ખભે હાથ મૂકી જે રીતે છેડતી કરી છે તે બાદ તે પણ ગભરાઈને ત્યાંથી ભાગી ગઈ હતી.

આ ઘટના ક્યા વિસ્તારની છે તેની માહિતી મળી નથી, પણ યુવતી એક બજાર જેવા વિસ્તારમાં કોઈ સાથે આવી છે. તે લોકો સાથે વાત કરે છે અને બીજી વ્યક્તિ શૂટિંગ કરી રહી છે. યુવતી અંગ્રેજીમાં વાત કરતી હોવાથી થોડી રમૂજ પણ થાય છે. તે બાદ તે નાળિયર ખરીદે છે અને પાણી પીવે છે ત્યાં એક 25-27 વર્ષનો યુવક તેની નજીક આવી તેના ખભે હાથ મૂકી ફોટો પડાવે છે. પેલી છોકરી આ વાત સમજી શકતી નથી અને તે સમયે તો હસતી દેખાય છે, પણ પછી ત્યાંથી ઝડપથી નીકળી જાય છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. સંબંધિત ઓડિયો-વીડિયો ફૂટેજ પુણેના હોવાનું કહેવાય છે. જોકે, કોરિયન યુવતી સાથે વાતચીત કરી રહેલા યુવકની ભાષા જોઈને તે પૂણેનો નથી તેવું જણાઈ આવ્યું હતું.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button