કોંકણમાં ગણેશોત્સવ માટે 16 સ્પેશિયલ ટ્રેન

રત્નાગિરી: ગણેશોત્સવ દરમિયાન કોંકણમાં મોટી સંખ્યામાં આવતા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવેએ આ કર્મચારીઓ હરખાઈ જાય એવી જાહેરાત કરી છે. મધ્ય અને પશ્ચિમ રેલવે પર ગુજરાત સહિત મુંબઈ, પુણેથી કોંકણ રેલવે લાઈન પર 16 સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. એમાંથી પશ્ચિમ રેલવે દ્વારા 5 અને મધ્ય રેલવે દ્વારા 11 ગણપતિ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.
કોંકણમાં દર વર્ષે હજારો ભક્તો ગણેશોત્સવ માટે તેમના ગામમાં આવતા હોય છે. તેમની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ પાંચ જ્યારે મધ્ય રેલવેએ 11 વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ ટ્રેનો કોંકણ રેલવે રૂટ પર દોડશે અને મુંબઈ, પુણે અને લોકમાન્ય ટિળક ટર્મિનસથી ઉપડી રત્નાગિરી, સાવંતવાડી, મડગાંવ અને ચિપલુણ સ્ટેશન સુધી દોડશે.
આપણ વાંચો: Mahakumbh 2025: મધ્ય રેલવેએ પણ કુંભ સ્પેશિયલ ટ્રેનની કરી જાહેરાત
ગણેશોત્સવ દરમિયાન ભક્તોની વધારાની ભીડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે પશ્ચિમ રેલવેએ કોંકણ જનારા શ્રદ્ધાળુઓ માટે સ્પેશિયલ ટ્રેનની પણ જાહેરાત કરી છે.
તેમાં 9011/12 મુંબઈ સેન્ટ્રલથી ઠોકર (સાપ્તાહિક) 09019/20 09019/20 મુંબઈ સેન્ટ્રલથી સાવંતવાડી (સપ્તાહમાં 4 દિવસ), 09015/16 બાંદ્રાથી રત્નાગિરી સાપ્તાહિક વિશેષ ટ્રેનો, 09114/13 વડોદરાથી રત્નાગિરિ (સાપ્તાહિક), 09110/09 વિશ્વામિત્રથી રત્નાગિરિ (સાપ્તાહિક) નો સમાવેશ થાય છે. આ વિશેષ ટ્રેનોનું રિઝર્વેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.