મહારાષ્ટ્ર

કલવા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ પર હુમલો: પાંચેય આરોપી નિર્દોષ…

થાણે: કલવામાં 2020માં પોલીસ પર હુમલાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે સાક્ષીદારોની જુબાનીમાં વિસંગતિ, સાક્ષીઓ અથવા તબીબી પુરાવાનો અભાવ, ડ્યૂટી રેકોર્ડ્સની ગેરહાજરી અને સમાન હેતુ અથવા યોજનાબદ્ધ કાવતરાના કોઈ પુરાવા નહીં હોવાથી પાંચ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

કલવા પોલીસ સ્ટેશનમાં સાતમી ફેબ્રુઆરી, 2020ના રોજ બનેલી ઘટનામાં સબ-ઈન્સ્પેક્ટર અને અન્ય એક પોલીસ કર્મચારીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓમાંના એકે તેમના શર્ટના કૉલર પકડ્યા હતા.ફરિયાદ પક્ષના દાવાઓમાં અશક્યતાઓ તરફ નિર્દેશ કરતાં એડિશનલ સેશન્સ જજ વી. એલ. ભોસલેએ જણાવ્યું હતું કે આ શારીરિક રીતે અશક્ય છે.

એક વ્યક્તિ એકસાથે બે જણના કૉલર ઝાલી શકે નહીં. આ વિરોધાભાસ કોઈ નજીવી બાબતનો નથી, પણ ફરિયાદ પક્ષના કેસનો મુખ્ય હાર્દ છે, કે કોણે કોના પર હુમલો કર્યો.ફરિયાદ પક્ષ અનુસાર આરોપી કલવા પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા અને અમુક પોલીસ અધિકારી સાથે ધક્કામુક્કી કરી હતી.

આરોપી ચિત્તરંજન ભારતી, પવન કુરીલ, ચંદ્રકાંત કુરીલ, રૂપાલી કુરીલ અને સવિતા કુરીલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353, 504, 323 અને 160 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. છઠ્ઠી આરોપી કાંચન મોતીલાલ કુરીલનું મૃત્યુ થતાં તેને કેસમાંથી બાકાત કરવામાં આવી હતી.

બચાવ પક્ષના વકીલોએ ફરિયાદ પક્ષના કેસમાંના છબરડા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને આરોપોને પડકાર્યા હતા.
ચાર પોલીસની સાક્ષીઓમાં પણ ગંભીર ખામીઓ હોવાની નોંધ કોર્ટે કરી હતી. એ સિવાય તબીબી પુરાવાની પુરાવાની પણ ગેરહાજરી હતી, જે હુમલાના કેસમાં મહત્ત્વપૂર્ણ હોય છે, એવું કોર્ટે નોંધ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button