મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપને ચૂંટણી પહેલા ઝટકોઃ Suryakanta Patil શરદ પવારના કેમ્પમાં

મુંબઈઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election Results)માં નિરાશાજનક દેખાવ બાદ મહારાષ્ટ્રમાં મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે ત્યારે ભાજપ માટે સૌપ્રથમ માઠા સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા તેમ જ કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા સૂર્યકાંતા પાટીલે (Suryakanta Patil) ભાજપનો સાથ છોડીને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)માં જોડાવાનો નિર્ણય કર્યો છે.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ મહારાષ્ટ્રના રાજકારણમાં નેતાઓના પક્ષપલટાનો દોર શરૂ થઇ ગયો છે. ભવિષ્યમાં અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા જણાઇ રહી છે.
2014માં ભાજપમાં જોડાનારા પાટીલે ભાજપમાં પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. ભાજપથી નારાજ હોવાના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. તે મુંબઈ ખાતે શરદ પવાર જૂથની એનસીપીના કાર્યાલયમાં સત્તાવાર રીતે તેમના પક્ષમાં પ્રવેશ કરશે. આ દરમિયાન પક્ષના વડા શરદ પવાર પણ હાજર રહેશે.

આ પણ વાંચો : રાજ્યના બજેટમાં વિવિધ સામાજિક ઘટકોને ઝુકતું માપ?

રાજીનામુ આપતા વખતે સૂર્યકાંતાએ કહ્યું હતું કે તેમણે છેલ્લાં દસ વર્ષમાં ભાજપ પાસેથી ઘણી બધી વસ્તુ શીખી છે અને તે બદલ તે હંમેશા ભાજપના આભારી રહેશે. કહેવાય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પાટીલે હિંગોલી લોકસભા બેઠક પરથી ટિકિટ માગી હતી. જોકે તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ બદલ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પાટીલ ચાર વખત સાંસદ અને એક વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તે કેન્દ્રમાં ગ્રામીણ વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ સંસદિય કાર્ય ખાતામાં પણ તેમણે રાજ્ય કક્ષાના પ્રધાનનો પદભાર સંભાળ્યો હતો.

પાટીલ સૌપ્રથમ 1980માં હદગાંવ બેઠક પરથી વિધાનસભ્ય બન્યા હતા અને ત્યાર બાદ કોંગ્રેસ તરફથી 1986માં સૌપ્રથમ રાજ્યસભા સાંસદ તેમને બનાવવામાં આવ્યા હતા. 1991, 1998 અને 2004માં તે ત્રણ વખત સાંસદ તરીકે હિંગોળી બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા.

જોકે 2014માં કોંગ્રેસે રાજીવ સાતવને લોકસભા ચૂંટણીની ટિકિટ આપતા પાટીલ નારાજ થયા હતા અને તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આટલા અનુભવી અને પીઢ રાજકારણીએ ભાજપનો સાથ છોડતા ભાજપને મોટો ફટકો પહોંચી શકે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker