મહારાષ્ટ્ર

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બાદ હવે જયંત પાટીલ પણ ડેંગ્યૂના શિકાર

મુંબઇ: થોડા દિવસો પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ડેંગ્યૂ થયો હતો. ત્યાર બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને પણ ડેંગ્યૂ થયો હોવાની જાણકારી મળી છે. જયંત પાટીલે તેમના એક્સ એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. થોડા દિવસ આરામ કરીને જલ્દી જ પક્ષના રોજિંદા કામોની શરુઆત કરીશ એમ જયંત પાટીલે તેમની પોસ્ટમાં લખ્યું છે.

બ્રીચ કેન્ડી હોસ્પિટલનો લેબ રિપોર્ટ જયંત પાટીલે એક્સ એકાઉન્ટ પર શેક કર્યો છે. તેના પર લખ્યું છે કે ગઇ કાલથી મને તાવ આવી રહ્યો છે. તેથી ડોક્ટરની સલાહથી મેં આજે ડેંગ્યૂનો ટેસ્ટ કરાવ્યો. થોડી વાર પહેલાં જ તેનો રિપોર્ટ આવ્યો છે. જેમાં મને ડેંગ્યૂ હોવાનું નિદાન થયું છે. થોડાં દિવસ આરામ કરીને હું બને એટલો જલ્દી મારા રોજિંદા અને પક્ષના કામોની શરુઆત કરીશ.

દરમીયાન અજિત પવારને ડેંગ્યૂ થયો હોવાની જાણકારી સાસંદ પ્રફૂલ પટેલે 29મી ઓક્ટોબરના રોજ આપી હતી, ત્યાર બાદ 8મી નવેમ્બરે બિમારીને કારણે અશક્તી, થાક જણાતો હોવા છતાં તબીયત સુધારા પર છે એવી જાણકારી જાતે અજિત પવારે તેમના એક્સ એકાઉન્ટ પરથી આપી હતી. જોકે 10મી નવેમ્બરે અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ દિલ્હીમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિવાળી પડવાના દિવસે બારામતીના ગોવિંદબાગમાં પવાર પરિવાર તરફથી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને શરદ પવાર, અજિત પવાર અને સુપ્રિયા સુલે સામાન્ય નાગરીકોની દિવાળી શુભેચ્છા સ્વિકારે છે. જોકે આ વખતે અજિત પવાર ગોવિંદબાગમાં ગેરહાજર રહ્યાં હતાં. અજિત પવારને ડેંગ્યૂ થયો હોવાનું સુપ્રિયા સુલેએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button