મહારાષ્ટ્ર

જાલનામાં ઢોરના તબેલામાં ચાલતા અનધિકૃત લિંગ પરીક્ષણ અને ગર્ભપાત કેન્દ્રનો પર્દાફાશ

જાલના: જાલના જિલ્લામાં ઢોરના તબેલામાં ચાલતા અનધિકૃત લિંગ પરીક્ષણ અને ગર્ભપાત કેન્દ્રનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને આ પ્રકરણે બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓમાં જિલ્લાની પેથોલોજી લૅબના માલિક અને બારમા ધોરણના વિદ્યાર્થીનો સમાવેશ હોઇ તેમને બુધવારે લિંગ પરીક્ષણ કરતી વખતે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. દેખીતી રીતે બંને જણમાંથી કોઇ આવું કામ કરવા માટે પાત્ર નથી.

વિશ્ર્વસનીય માહિતીને આધારે પોલીસની ટીમ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભોકરદાન તહેસીલના નાંજા વાડી ગામમાં આવેલા ખેતરમાં ઢોરના તબેલામાં રેઇડ પાડી હતી. એ સમયે બંને આરોપી લિંગ પરીક્ષણ કરતા મળી આવ્યા હતા. રેઇડ દરમિયાન ત્યાં ત્રણ મહિલા પરીક્ષણ માટે રાહ જોતી મળી આવીય હતી.

આપણ વાચો: મધ્ય પ્રદેશના ગામમાં શસ્ત્રો બનાવતા યુનિટ્સનો પુણે પોલીસે કર્યો પર્દાફાશ: 47 જણની અટકાયત

પોલીસે ઘટનાસ્થળેથી અમુક તબીબી પરીક્ષણ સામગ્રી, પોર્ટેબલ મશીન, ગર્ભવાતની ગોળીઓ ને મોબાઇલ જપ્ત કર્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર પતરાના બનાવાયેલા આ તબેલાની આડમાં ચલાવવામાં આવનારા કેન્દ્રમાં અનેક મહિનાઓથી લિંગ પરીક્ષણ અને ગર્ભપાતનું અનધિકૃત કામ કરવામાં આવતું હતું. ગામના ગવળીવાડી વિસ્તારમાં આવેલી જિલ્લા પરિષદની શાળાની બાજુમાં આ ગોરખધંધો ચાલતો હતો.

આપણ વાચો: દિલ્હી પોલીસે હથિયારોની તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ: જાણો કોણે મંગાવ્યા હતા પાકિસ્તાનથી હથિયાર…

મુખ્ય આરોપી સતીષ સોનાવણે બારમા ધોરણનો વિદ્યાર્થી છે અને તે છત્રપતિ સંભાજીનગરનો રહેવાસી છે. તેની વિરુદ્ધ છત્રપતિ સંભાજીનગર, બીડ અને જાલના જિલ્લામાં અગાઉ પણ આવા જ કેસ દાખલ છે. સોનાવણે ઉપરાંત જાલના જિલ્લાના ભોકરદાન તહેસીલમાં તેજસ પેથોલોજી લૅબના માલિક કેશવ ગાવંડેની પણ ધરપકડ કરી હતી.

આરોપીએ પ્રશાસનના ધ્યાનમાં ન આવે એ માટે લિંગ પરીક્ષણ કેન્દ્ર ઢોરના તબેલામાં બનાવી દીધું હતું. છેલ્લા છ મહિનાથી તે આ કામ કરતો હતો. અગાઉ જુલાઇ, 2024માં ભોકરદાન તહેસીલમાં અનધિકૃત પ્રસૂતિ કેન્દ્ર પણ પકડાયું હતું. આ કેસમાં જાલાના અને બુલઢાણા જિલ્લાના ડોક્ટરો સહિત 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button