જાલનામાં રાજકીય ભૂકંપ, ચૂંટણી પહેલા મહાયુતિ તૂટી

ભાજપના નેતાનો એકલા ચલોનો નારો: શિવસેનાની ચિંતામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણ પડ્યું છે. ભાજપના નેતા કૈલાશ ગોરંટ્યાલે એકલા ચલો રેનો નારો આપ્યો હોવાથી હવે અહીં રાજકીય સ્થિતિ ડહોળાઈ છે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે જાલના શહેરના પહેલા મેયર ભાજપના હશે.
આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રંગ જામવાનો છે અને દરેક રાજકીય પક્ષ રાજ્યભરમાં આંકડા ગોઠવી રહ્યો છે. પ્રારંભિક અંદાજ મુજબ, મહાયુતિ અને એમવીએ વચ્ચે સીધી લડાઈની શક્યતા ઓછી જણાઈ રહી છે. કારણ કે, ઘણી જગ્યાએ, દરેક પક્ષ પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. ભાજપ જાલનામાં પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. જાલનામાં ભાજપના નેતા કૈલાશ ગોરંટ્યાલે આવો સંકેત આપ્યો છે.
જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી હશે. તેથી, દરેક પક્ષ સત્તા મેળવવા માટે લડશે. ભાજપ પણ સંખ્યાઓનું રાજકારણ રમી રહ્યો છે. સ્થાનિક ભાજપ નેતા કૈલાશ ગોરંટ્યાલે એક ટીવી ચેનલ સાથે વાત કરતા આત્મનિર્ભરતાનો નારો આપ્યો છે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનનો પહેલો મેયર ભાજપનો હશે.
આ પણ વાંચો: શિવસેના (યુબીટી) અને મનસેના એક થવાથી મહાયુતિને કોઈ અસર નહીં પડે: મ્હાસ્કે
જાલના શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઈને આવવા માટે ફક્ત ભાજપ પાસે જ ચહેરા છે. તેથી, કૈલાશ ગોરંટ્યાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે એવી માગણી કરી છે કે પાલિકાની ચૂંટણીમાં એકલા લડવાની છૂટ આપવી જોઈએ. તેમણે એવી પણ આગાહી કરી છે કે જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહાયુતિમાં મૈત્રીપૂર્ણ લડાઈ થશે. આ ઉપરાંત, તેમણે એવો પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનનો પહેલો મેયર ભાજપનો હશે.
જાલના શહેરમાં ભાજપની તાકાત છે એવો દાવો કરતાં ગોરંટ્યાલે કહ્યું હતું કે જાલના શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 99 ટકા બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈ થશે. કૈલાશ ગોરંટ્યાલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જાલના શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 35થી વધુ કોર્પોરેટરો ચૂંટાશે અને પ્રથમ મેયર પણ ભાજપનો જ હશે.
આ પણ વાંચો: બીએમસીમાં પરિવર્તન નજીક છે, મહાયુતિ સરકારે પાપોનો ઘડો તોડી નાખ્યો છે: ફડણવીસ
અહીં ઉલ્લેખનીય છે કે જાલનામાં ભાજપ ઉપરાંત કૉંગ્રેસ અને શિવસેના (શિંદે જૂથ) પણ પ્રભાવ ધરાવે છે. આવી સ્થિતિમાં ભાજપના એકલા ચલો રેથી એકનાથ શિંદેની ચિંતામાં વધારો થઈ શકે છે. કેમ કે મહાયુતિમાં વધુ સફળતા મળે એવી શક્યતા છે અને એકલા ચલો રેમાં એકનાથ શિંદેને ખાસ્સું નુકસાન થઈ શકે છે.
બીજી તરફ ભાજપના એકલા ચલો રે નારાથી કૉંગ્રેસના વર્તુળોમાં આનંદ ફેલાયો છે કેમ કે તેમને માટે આ મોટી તક બની રહેવાની શક્યતા છે.