સિંચાઇ વિભાગનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર લાંચ લેતાં પકડાયો…

જાલના: જાલના જિલ્લામાં જમીન સંપાદનના વળતરની પ્રક્રિયા માટે સાત લાખ રૂપિયાની લાંચ માગવા બદલ સિંચાઇ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે મળેલી ફરિયાદને આધારે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ સિંચાઇ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોહિત પ્રહ્લાદ દેશમુખ (35)ને ગુરુવારે તેની ઓફિસમાં એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.
એસીબીના જણાવ્યા અનુસાર ફરિયાદીની ખેતીની જમીન સરકારે સંપાદિત કરી હતી અને તેના વળતરની પ્રક્રિયા માટે રોહિત દેશમુખે સાત લાખ રૂપિયાની માગણી કરી હતી.ફરિયાદીએ ચાર લાખ રૂપિયા આપી દીધા હતા, પણ ગયા વર્ષે જુલાઇમાં 1.88 કરોડ રૂપિયાનું વળતર જમા થયા બાદ દેશમુખે લાંચની બાકીની રકમ માટે ફરિયાદીને ત્રાસ આપ્યો હતો.
આરોપીએ ફરિયાદીના ગાવથણ ઘર સંબંધિત વળતર આપવા માટે બ્લેન્ક ચેક પણ લીધા હતા. જોકે તેની હેરાનગતિથી કંટાળીને ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને તેની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી સામે પ્રિવેશન્સ ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



