મહારાષ્ટ્ર

જેક્લીન ફર્નાન્ડીઝને થયો કડવો અનુભવ, એવું તો શું કર્યું ચાહકે, જાણો?

ફિલ્મ સ્ટાર્સ જ્યાં જાય ત્યાં તેમના ચાહકો તેમને ઘેરી વળતા હોય છે. મોબાઈલ ફોનના જમાનામાં પોતાના પ્રિય સ્ટાર્સ સાથે સેલ્ફી લેવા પણ પડાપડી થતી હોય છે. પણ ઘણી વખત સ્ટાર્સને ખાસ કરીને અભિનેત્રીઓને ચાહકોનો વરવો અનુભવ થતો હોય છે. સેલ્ફીના બહાને કેટલા કહેવાતા ચાહકો અભિનેત્રીઓની મર્યાદાભંગ કરવા જેટલા નજીક આવી જતા હોય છે. જેકલીન ફર્નાન્ડીઝને પણ હમણાં આવો જ અનુભવ થયો.

જેકલીન ફર્નાન્ડીઝનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ચાહક સેલ્ફી લેતી વખતે તેની ખૂબ નજીક આવી ગયો. આ ઘટના દરમિયાન જેક્લીને સંયમ જાળવી રાખ્યો હતો, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. તે જ સમયે ચાહકના આ વર્તનની ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: જાણો આ શ્રીલંકન સુંદરી વિશે, જે એક ખાનગી ટાપુની માલિક છે?

બન્યું એવું કે મ્યુઝિકલ વેબ સિરીઝ ‘હૈ જુનૂન’ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેનો એક ચાહક સેલ્ફી લઈ રહ્યો હતો. જોકે, તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ, કારણ કે તે ચાહક અભિનેત્રીની ખૂબ નજીક આવી ગયો હતો. પણ આ સમયે અભિનેત્રીના મેનેજરે જે કર્યું તેના પર લોકોએ પ્રતિક્રિયા આપી છે તેમ જ તેણે જેક્લીનની પ્રશંસા કરી અને તે ચાહકની ટીકા કરી હતી.

ફેન્સની બેકાબૂ ભીડને નિયંત્રણમાં લેવા ઘણીવાર સ્ટાર્સના બાઉન્સર્સ તેમણે ધક્કા મારતા હોય છે. તેના માટે સ્ટાર્સને ટીકાનો પણ સામનો કરવો પડે છે. બીજી બાજુ જ્યારે સેલિબ્રિટીઝ ચાહકો સાથે ફોટો પડાવવા તૈયાર થાય ત્યારે ફેન્સ પોતાની હદ ભૂલી જતા હોય છે. મુંબઈની એક ઇવેન્ટ દરમિયાન જ્યારે જેકલીને ચાહકનો ફોન લીધો અને તેની સાથે સેલ્ફી માટે પોઝ આપ્યો ત્યારે તે તેની ખૂબ નજીક આવી ગયો. તે લગભગ પોતાના ચહેરાથી જેક્લીનના ચહેરાને સ્પર્શ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તેમ છતાં જેક્લીન હસતી રહી અને તેની સાથે ફોટો પડાવ્યો. તેના મેનેજરે તેનો બચાવ કર્યો અને ચાહકને ધક્કો મારીને દૂર ધકેલી દીધો હતો.

આ પણ વાંચો: આ બોલિવૂડ અભિનેત્રીના બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

હવે આ ઘટના જોઈને લોકો પ્રતિક્રિયા આપવા લાગ્યા. ચાહકના વર્તનની ટીકા કરી અને સંયમ જાળવવા બદલ જેક્લીનની પ્રશંસા કરી. બીજા સેલેબ્સની જેમ તે ચાહક પર ગુસ્સે નહોતી થઇ. એક યુઝરે લખ્યું હતું ‘જેકલીન ખૂબ જ ક્યૂટ છે. તે ખૂબ જ શાંત સ્વભાવની છે. જ્યારે ચાહક તેની નજીક આવ્યો ત્યારે તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તે સુંદર લાગે છે. જોકે માણસને ખરેખર જાણવાની જરૂર છે કે કેવી રીતે વર્તવું અને મર્યાદા ઓળંગવી નહીં.’ એકે લખ્યું, ‘જેકલીનની પ્રતિક્રિયા સ્વાભાવિક હતી.’ વધારે પડતી એક્ટિંગ કરી નહોતી.

જેકલીનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવતી જોવા મળી હતી. હવે તે ‘હાઉસફુલ 5’માં જોવા મળશે, જે આગામી સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, નરગીસ ફખરી, સોનમ બાજવા અને સૌંદર્યા શર્મા પણ છે. તે અક્ષય સાથે ‘વેલકમ ટુ જંગલ’માં પણ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button