આ બોલિવૂડ અભિનેત્રીના બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
મુંબઇઃ મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો મુંબઈના નરગીસ દત્ત રોડ પર આવેલી 17 માળની ઇમારતનો છે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બિલ્ડીંગના 13મા માળે ભીષણ આગ લાગી છે અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે રિપોર્ટ અનુસાર આ 17 માળની આ ઇમારતમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસનું પણ એક ઘર છે. તેણે 2023માં આ લક્ઝરીયસ પાંચ BHKનો ફ્લેટ ખરીદ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ જેકલીન ફર્નાન્ડિસના ફ્લોરની નીચે એટલે કે 13મા માળે લાગી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આગ ખૂબ જ પ્રબળ છે અને તે ઝડપથી વધી રહી છે. આગના કારણે ધુમાડો પણ દેખાઈ રહ્યો છે. તે જ સમયે, સમાચાર છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
વીડિયો સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે સમયે જેકલીન ફર્નાન્ડિસ તેના ઘરે હાજર હતી કે કેમ. ફેન્સ પણ અભિનેત્રી માટે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાના સમયે જેક્લીન મુંબઇમાં હાજર નહોતી. તે દુબઇમાં છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેક્લીન તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. તેનું નિર્દેશન અહેમદ ખાન કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત રવિના ટંડન, દિશા પટણી, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય દત્ત, તુષાર કપૂર, રાજપાલ યાદવ, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને લારા દત્તા જેવા ઘણા કલાકારો સાથે જોવા મળશે.