મહારાષ્ટ્ર

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા પછી સગીરા સાથે દુષ્કર્મ: યુવક વિરુદ્ધ ગુનો…

પાલઘર: ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવા અને બ્લૅકમેઈલ કરવાનો ગુનો યુવક વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો.પાલઘર જિલ્લાના વસઈમાં રહેતી સગીરાની ઓળખાણ આરોપી સાથે સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. બન્ને વચ્ચે થયેલી મિત્રતા પછી પ્રેમમાં પરિણમી હતી. આરોપીની વાતોમાં આવીને સગીરા ઘર છોડી તેની સાથે મધ્ય પ્રદેશ જતી રહી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર, 2025 સુધી સગીરા આરોપી સાથે મધ્ય પ્રદેશમાં રહી હતી. તે સમયે આરોપીએ કથિત ટૉર્ચર કરી સગીરાનું જાતીય શોષણ કર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.સપ્ટેમ્બરમાં સગીરા આરોપીની ચુંગાલમાંથી છટકી જવામાં સફળ રહી હતી અને વસઈમાં તેના ઘરે પાછી ફરી હતી. જોકે આરોપીએ સગીરાનો પીછો છોડ્યો નહોતો.

સગીરાને પોતાની પાસે પાછી આવવા માટે તે દબાણ કરવા લાગ્યો હતો. આ માટે સગીરાની બદનામી કરવા માટે આરોપીએ તેની તસવીરો સાથે વાંધાજનક લખાણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું.સગીરા ફેબ્રુઆરીમાં ઘરેથી ભાગી ત્યારે આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે 28 ડિસેમ્બર, 2025ના રોજ સગીરાના પરિવારે નવેસરથી ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે દુષ્કર્મ અને બ્લૅકમેઈલિંગ સાથે પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે શા માટે મોડી ફરિયાદ નોંધાવાઈ તેનું કોઈ સ્પષ્ટ કારણ પોલીસ પાસે નથી. પોલીસ આરોપીની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button