…તો નવા પાસપોર્ટ માટે અરજી કરનારાઓને પડી શકે છે મુશ્કેલી, જાણી લો કારણ…

નાશિક: ચલણી નોટો, પાસપોર્ટ અને અન્ય મહત્ત્વના સરકારી દસ્તાવેજો પ્રિન્ટ કરીને ઈન્ટરનેશનલ લેવલ પર નામના મેળવનાર નાશિક ખાતે આવેલી ઈન્ડિયન સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસ થોડા દિવસો માટે બંધ રહે એવા સંજોગો ઊભા થયા છે.
લાંબા સમયથી સતાવતી સમસ્યાઓનું નિરાબંધ રહે તેવી સંભાવના છે. ઘણા સમયની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓએ 31મી જુલાઇએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.
આ અંગે માહિતી આપતા એસોસિએશનના જનરલ સેક્રેટરી જગદીશ ગોડસે અને કાર્યકારી પ્રમુખ જ્ઞાનેશ્વર જુન્દ્રેએ જણાવ્યું હતું કે પ્રેસ મજદૂર સંઘ દ્વારા પ્રિન્ટિંગ પ્રેસને આ અંગે નોટિસ આપવામાં આવી છે. નાશિક રોડ પ્રિન્ટિંગ પ્રેસ સહિત દેશના તમામ પ્રિન્ટિંગ પ્રેસ મેનેજમેન્ટની નીતિઓ સામે કર્મચારીઓની તીવ્ર નારાજગી છે.
આપણ વાંચો: ભારતીય પાસપોર્ટમાં થશે પાંચ મહત્ત્વના સુધારા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
તમામ નવ પ્રિન્ટિંગ પ્રેસની સમસ્યાઓ એક સમાન છે. દિલ્હીમાં પ્રિન્ટિંગ પ્રેસ કોર્પોરેશનના મેનેજમેન્ટ સાથે સતત ચર્ચાઓ અને પત્રવ્યવહારો થતા રહ્યા છે. જોકે, કર્મચારીઓના મહત્વપૂર્ણ મુદ્દાઓનો સંતોષકારક ઉકેલ નથી મળી શક્યો.
જો ટૂંક સમયમાં જ આ બાબતે કોઈ યોગ્ય અને સુધીમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે એવી ચિમકી ઉચારવામાં આવી છે. ગોડસેએ જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક નિર્ણયના અભાવે પ્રેસ મેનેજમેન્ટને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે કે નાશિક રોડ, હૈદરાબાદ, મુંબઇ, નોએડા, દેવાસ, નર્મદાપુરમ, કોલકાતા સહિત નવ પ્રિન્ટિંગ પ્રેસના કામદારો 31મી જુલાઈએ હડતાળ પર જશે.
આપણ વાંચો: અમદાવાદમાંથી નકલી ભારતીય પાસપોર્ટ સાથે 40 બાંગ્લાદેશી ગુમ, આ રીતે થયો પર્દાફાશ…
કરન્સી પ્રિન્ટીંગ પ્રેસમાં ચલણી નોટો છાપવામાં આવે છે અને ભારત સિક્યોરિટી પ્રિન્ટીંગ પ્રેસમાં પાસપોર્ટ, ટપાલ ટિકિટ, ચૂંટણીને લગતા દસ્તાવેજો વગેરે પ્રિન્ટ કરવામાં આવે છે. યુનિયન દ્વારા ધ્યાનમાં દોરવામાં આવ્યું છે કે જો કર્મચારીઓ હડતાળ પર જશે તો ઉપરોક્ત તમામ કામો પર તેની અસર જોવા મળશે.
પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ દ્વારા પ્રિન્ટીંગ પ્રેસમાં મૃતક કામદારોના વારસદારોને નોકરીએ રાખવા, બોનસ આપવા, તમામ કામદારોને અવિરત તબીબી સુવિધા મળી રહે તે માટે મેડિકલ ટ્રસ્ટની રચના કરવી, પ્રિન્ટીંગ પ્રેસની ભરતીમાં થતી ગેરરીતી અટકાવવા માટે ભરતીના નિયમોમાં ફેરફાર કરવા, પ્રેસ નિગમમાં ભરતી થયેલા તમામ કામદારોને એનપીએસ પેન્શન આપવા જેવી માગણીઓ કરવામાં આવી રહી છે.
ટ્રેડ યુનિયન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનમાં પ્રિન્ટિંગ પ્રેસના કામદારોને સામેલ કરતી વખતે હાલનું મેનેજમેન્ટ લાદવામાં આવેલી શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સરકાર તેનું પાલન કરે તેવી માંગ કરી છે. કામદારોની મહેનતના કારણે નાશિક રોડના બે પ્રિન્ટિંગ પ્રેસને દર વર્ષે આશરે 1000 કરોડનો નફો થાય છે.