મહારાષ્ટ્રના પુણેને રેલવેએ આપી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, આ શહેરોને કરશે કનેક્ટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના પુણેને રેલવેએ આપી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, આ શહેરોને કરશે કનેક્ટ

મુંબઇ : દેશમાં સતત વધી રહેલી રેલવે મુસાફરી અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવે છે. આ અંતર્ગત હવે મહારાષ્ટ્રના પુણે શહેરને રેલવેએ મોટી ભેટ આપી છે. ભારતીય રેલવેએ પુણે થી ચાર શહેરોને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં પુણે-શેગાંવ, પુણે -વડોદરા, પુણે- સિકંદરાબાદ, અને પુણે- બેલગાવીનો સમાવેશ થાય છે. જેના લીધે પુણેના લોકોને સારી રેલવે ક્નેક્ટીવિટી મળશે.

આ અંગે મળતી માહિતી મુજબ ચાર નવી વંદે ભારત એક્સપ્રે ટ્રેનોના સંભવિત સ્ટેશનો આ મુજબ રહેશે.

  1. પુણે-શેગાંવ વંદે ભારત ટ્રેન

આ વંદે ભારત ટ્રેન પુણેથી શેગાંવ જતા મુસાફરો માટે સારો વિકલ્પ સાબિત થશે. આ ટ્રેન દૌંડ, અહમદનગર, છત્રપતિ સંભાજીનગર અને જાલના જેવા સ્ટેશનો પર રોકાશે તેવી શક્યતા છે. આ રૂટ પર હાઇ સ્પીડ ટ્રેન દોડતા મુસાફરીનો સમય ઘણો ઓછો થશે.

  1. પુણે-વડોદરા વંદે ભારત ટ્રેન

પુણે-વડોદરા વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતના મુસાફરો માટે ફાયદારૂપ સાબિત થશે. આ આ ટ્રેન લોનાવાલા, પનવેલ, વાપી અને સુરત જેવા સ્ટેશન પર રોકાય તેવી શકયતા છે. હાલમાં આ રૂટ પર મુસાફરીમાં લગભગ 9 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ વંદે ભારત ટ્રેનના લીધે મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે. આ ટ્રેન ખાસ કરીને વેપારીઓ અને બિઝનેસમેનને ઉપયોગી બનશે.

  1. પુણે-સિકંદરાબાદ વંદે ભારત ટ્રેન

પુણે અને તેલંગાણાની રાજધાની સિકંદરાબાદ વચ્ચે ચાલનારી આ ટ્રેન દૌંડ, સોલાપુર અને ગુલબર્ગા જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાઈ શકે છે. આ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થવાથી મુસાફરીનો સમયમાં બે કલાક ઘટવાની શકયતા છે.

  1. પુણે-બેલગાવી વંદે ભારત

પુણે થી બેલગાવી જનારી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન સતારા, સાંગલી અને મિરાજ જેવા સ્ટેશનો પર રોકાઇ શકે છે. આ રૂટ પર ટ્રેન દોડતા શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. તેમજ મુસાફરીનો સમયમાં પણ ઘટાડો થઇ શકે છે.

પુણે- નાગપુર વચ્ચે સ્લીપર વંદે ભારત ટ્રેન પ્રોજેકટ પર વિચારણા

આ ઉપરાત ભારતીય રેલવે દ્વારા પુણે અને નાગપુર વચ્ચે સ્લીપર વંદે ભારત ટ્રેન દોડવવા પર વિચારણા કરવામાં આવી રહી છે. જેના લીધે મહારાષ્ટ્રના બે મુખ્ય શહેર વચ્ચે વેપાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ મળી શકે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button