મહારાષ્ટ્ર

24 રાજ્યમાં એલર્ટઃ ગોવા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ સહિત અન્ય ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે અને દેશના 24 રાજ્યના નાગરિકો અને પ્રશાસનને એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી છે. આગામી પાંચ દિવસ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પૂર્વના રાજ્યમાં ભારે વરસાદ પડી શકી છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જેના પગલે ભારે વરસાદનો સામનો કરી રહેલા ગોવા, કેરળ અને કર્ણાટક રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. કર્ણાટકમાં ભારે વરસાદનું કારણ મહારાષ્ટ્ર-ઉત્તર કેરળના દરિયાકાંઠે હાલના ઓફ-શોર ટ્રફ અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશની બહાર પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ જવાબદાર છે.

ગોવામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદને કારણે સરકારે ૧૨ ધોરણ સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. રાજ્યના શિક્ષણ નિયામક શૈલેષ ઝિંગડેએ જાહેરાત કરી કે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિક ચિંતા તરીકે દર્શાવીને સોમવારે ધોરણ ૧ થી ૧૨ સુધીની તમામ શાળાઓ બંધ રહેશે.

આ પણ વાંચો : Surat ના ઉમરપાડામાં બે કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ

કેરળ સરકારે પણ ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે. મલપ્પુરમ, કોઝિકોડ, થ્રિસુર, એર્નાકુલમ, કન્નુર, વાયનાડ અને કાસરગોડમાં શૈક્ષણિક સંસ્થાઓને આજે બંધ રાખી હતી. જોકે કારસગોડમાં કોલેજો ખુલ્લી રહેશે. આઇએમડીએ મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડ અને વાયનાડ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

કર્ણાટકમાં ઉત્તર કન્નડ જિલ્લો ખાસ કરીને પ્રભાવિત થયો છે. ડેપ્યુટી કમિશનર લક્ષ્મીપ્રિયાએ આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલ રેડ એલર્ટને કારણે કારવાર, અંકોલા, કુમતા, હોન્નાવર, ભટકલ, સિરસી, સિદ્ધાપુર, યેલ્લાપુર, દાંડેલી અને જોઇડા તાલુકાની તમામ શાળાઓ અને પીયુ કોલેજોમાં રજા જાહેર કરી છે. ઉત્તરા કન્નડના કેસલ રોકમાં રવિવારે સૌથી વધુ ૨૨૦ મીમી વરસાદ નોંધાયો હતો.

કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર(કેએસએનડીએમસી) અનુસાર આ હવામાનની પેટર્ન કર્ણાટકમાં વધુ ભેજનો પ્રસાર કરી રહી છે, જેના કારણે ચોમાસાની જોરદાર સ્થિતિ સર્જાઇ છે. આઇએમડીએ ઉત્તરા કન્નડ જિલ્લા માટે ૧૪ જુલાઇના રોજ બપોરે ૧ વાગ્યાથી ૧૬ જુલાઇના રોજ ૮-૩૦ વાગ્યા સુધી સતત ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button