ભારતની લોકશાહી બચી ગઈ કારણ કે લોકોએ કટોકટીનો પ્રતિકાર કર્યો હતો: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભારતની લોકશાહી બચી ગઈ કારણ કે લોકોએ કટોકટીનો પ્રતિકાર કર્યો હતો: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે ભારતની લોકશાહી એવા લોકોના સંઘર્ષને કારણે બચી ગયું જેમણે કટોકટી લાદવાનો વિરોધ કર્યો હતો, જેના કારણે નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થયા હતા.

બંધારણ, લોકશાહી અને અનેક સંસ્થાઓને કચડી નાખવામાં આવી એવી કટોકટીને એક કાળું પ્રકરણ ગણાવતાં તેમણે કહ્યું હતું કે તેને ક્યારેય ભૂલવું ન જોઈએ.

આ પણ વાંચો: ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું

‘જે રાજકીય કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા તેમનું મનોબળ હંમેશા ઊંચું હતું અને તેઓ દેશમાં લોકશાહીના રક્ષણ માટે ખંતથી લડ્યા હતા. તેઓએ કટોકટી લાદવાનો અને નાગરિકોના મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કરવાનો વિરોધ કર્યો હતો,’ એમ ફડણવીસે કહ્યું હતું.

તેઓ 25 જૂન, 1975 ના રોજ સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવાની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

આ પણ વાંચો: લોકશાહીમાં સંતુલન જરૂરી છે, એનસીપીના નેતાની પક્ષ પલટાની ઓફર પર કોંગ્રેસના વિધાનસભ્ય દેશમુખનો જવાબ

21 મહિનાના સમયગાળામાં નાગરિક સ્વતંત્રતાઓ છીનવી લેવામાં આવી હતી, વિપક્ષી નેતાઓની ધરપકડ અને અખબારી સ્વતંત્રતાનું દમન જોવા મળ્યું હતું.

‘આજનો દિવસ એ લોકો માટે શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે કટોકટીનો પ્રતિકાર કર્યો અને લોકશાહીની રક્ષા માટે લડ્યા હતા,’ એમ ફડણવીસે ઉમેર્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button