સત્તાધારી વિધાનસભ્યોને ડ્રગ્સમાંથી મહિને 10-15 લાખ રૂપિયા મળે છે; સંજય રાઉતનો દાવો
રાજકીય અને પોલીસના સમર્થન વિના ડ્રગ્સની કોઈ ફેક્ટરી ચાલી શકે નહીં

નાસિક : નાસિકમાંથી માલેગાંવ સુધી ડ્રગ્સના સ્ત્રોત છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટ છે. ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે પોલીસ સૂત્રોએ મને કેટલાક પ્રધાનો અને વિધાનસભ્યોને હફતાથી પૈસા મળતા હોવાના આંકડા આપ્યા છે. સંજય રાઉતે કહ્યું કે લલિત પાટીલના મિત્રો વિધાનસભા સુધી છે. તેઓ એક અઠવાડિયા માટે અહીંથી જતા રહ્યા હતા. આ આંકડો દર મહિને 10-15 લાખ છે. સત્તામાં રહેલા વિધાનસભ્યો આમાં સામેલ છે.
પ્રધાન પર આક્ષેપો થયા છે, પોલીસ પર આક્ષેપો થયા છે. શિવસેનાએ મોરચાની જાહેરાત કરતાની સાથે જ તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નાસિક અને માલેગાંવ સુધીનો ડ્રગ્સનો વેપાર માત્ર એક-બેના નિયંત્રણમાં નથી, પરંતુ તેના રેલો ગુજરાત, ઈન્દોર સુધી પહોંચી ગયો છે. ગુજરાતના ડ્રગ્સનું નેટવર્ક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયું છે તે સૌ જાણે છે. યુવાનોને ડ્રગ્સની જાળમાં ખેંચવામાં આવી રહ્યા છે. આ મોરચો એક સામાજિક મુદ્દે છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને માર્ચમાં મોકલવાની પહેલ કરી. પરંતુ નીલમ ગોરે નાસિક આવીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને માર્ચમાં ભાગ ન લેવા સૂચના આપી છે. અમે લડાઈ શરૂ કરી છે, શું તમે ડ્રગ રેકેટના સભ્ય છો? તમે રાજકીય નિવેદનો કેવી રીતે કરી શકો છો? શું મહારાષ્ટ્ર સરકાર ડ્રગ માર્કેટમાં સામેલ છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે અમને આવી શંકા છે. ફડણવીસ તેમની આસપાસના લોકોના કારણે મૂંગા બની ગયા છે, જેઓ ડ્રગ્સના બજારમાં ધૂમ મચાવે છે. તમે રાજ્યના ગૃહ પ્રધાન છો, એક પેઢી બરબાદ થઈ રહી હોય એવું લાગે છે અને તમે રાજકારણ રમો છો. તમારા સરકારી બંગલે પાર્ટીના કાર્યકર દ્વારા ડેપ્યુટી પોલીસ કમિશનર પર હુમલો કરવામાં આવ્યો, તમે શું કરો છો? ડીસીપીનો કોલર પકડ્યો. આવો ગૃહમંત્રી મેળવવો આ મહારાષ્ટ્રની કમનસીબી છે.
ભાજપે કાઢી રાઉતની ઝાટકણીસંજય રાઉતે ડ્રગ્સના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી અને ભાજપના નેતાઓને લાંચ મળતી હોવાનો આક્ષેપ કર્યો એટલે તેમના પર ભાજપના નેતાઓ તૂટી પડ્યા હતા. ભાજપના નેતા નિતેશ રાણેએ કહ્યું હતું કે કાચના ઘરમાં રહેનારાએ બીજાના ઘર પર પથ્થર મારવા જોઈએ નહીં. નાઈટ લાઈફ, ડ્રગ્સ, કેફી પદાર્થનું નામ લઈએ કે તરત સંજય રાઉતના માલિકના દીકરાનું નામ આવે છે. ડ્રગ્સ મુક્ત મહારાષ્ટ્ર કરવું હોય તો માતોશ્રીના ત્રીજા માળાથી શરુઆત કરવી જોઈએ. ડીનો (મોરિયા)ના ઘરે કોણે ધમાલ કરી હતી એવો સવાલ પણ તેમણે કર્યો હતો. બીજી તરફ ભાજપના મહિલા પ્રદેશાધ્યક્ષ ચિત્રા વાઘે સંજય રાઉતની ઝાટકણી કાઢતાં કહ્યું કે રોજ સવારે હડકાયેલા કુતરાને જોયા પછી લોકોને ખબર પડી ગઈ છે કે કુત્તા ગોલીનો નશો કોણ કરી રહ્યું છે. બાળ ઠાકરેના વિચારોને ત્યાગીને ઔરંગઝેબની કબર પર જઈને માથું ટેકવનારા કુત્તા ગોળીના નશામાં જ હોવા જોઈએ.