ફડણવીસના નાગપુરમાં નિવાસસ્થાનની સુરક્ષામાં વધારો
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નાગપુરમાં આવેલા નિવાસસ્થાનની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે પ્રિ-પેઈડ ઈલેક્ટ્રિક મીટર લગાવવાના વિરોધમાં સ્થાનિક સંગઠન દ્વારા બુધવારે આ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાજ્યના ઊર્જા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઈન્સમાં દેવગીરી ખાતે આવેલું છે. જ્યારે તેમનું ખાનગી નિવાસસ્થાન ધરમપેઠ વિસ્તારમાં ત્રિકોણી પાર્ક ખાતે આવેલું છે. આ નિવાસસ્થાન આંદોલનના સ્થળેથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે છે.
આ પણ વાંચો : મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા
મહાવિતરણ (એમએસઈડીસીએલ) દ્વારા પ્રિ-પેઈડ મીટર લગાવવામાં આવ્યા તેનો વિરોધ કરતાં જય વિદર્ભ પાર્ટીના સંખ્યાબંધ આંદોલનકારીઓ વરાઈટી સ્ક્વેર ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ અધિકારીએ એવી માહિતી આપી હતી કે ફડણવીસના બંને નિવાસસ્થાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ