મહારાષ્ટ્રમાં લીકર ટેક્સથી અર્થતંત્રને ફટકોઃ અર્થતંત્ર-રોજગાર પર ગંભીર અસરની ચેતવણી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં દારૂના ઉત્પાદન અચાનક ત્રણ ગણો કર વધારાની નકારાત્મક અસર IMFL (ભારતીય બનાવટના વિદેશી દારૂ)ના જથ્થામાં ઘટાડો, ગ્રેન ન્યુટ્રલ સ્પિરિટ (GNS)ની માંગમાં ઘટાડાના રૂપે દેખાઈ શકે છે. ઉપરાંત, ગ્રામીણ અનાજ સપ્લાય કરતા ખેડૂતો પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ ચેતવણી રાજ્ય સરકારને ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન એસોસિએશન ઓફ ઇન્ડિયા (ISWAI)એ આપી છે
ISWAIએ વધુમાં જણાવ્યું હતું કે લોજિસ્ટિક્સ, પેકેજિંગ અને બોટલિંગ જેવા આનુષંગિક ક્ષેત્રો – જેમાં મોટાભાગે MSMEનો સમાવેશ થાય છે તેમને પણ તેની અસર થઇ શકે છે. દેશના તમામ મુખ્ય હાર્ડ લિકર ઉત્પાદકોના અગ્રણી મંચ, ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન એસોસિએશન ઓફ ઇન્ડિયા (ISWAI) એ ચેતવણી આપી છે કે બાર અને રેસ્ટોરન્ટમાં મુલાકતીઓનો ઘટાડો, આવકમાં ઘટાડો અને છટણી થવાની સંભાવના છે.
આપણ વાંચો: જાલના જિલ્લા પરિષદની સ્કૂલનો હેડમાસ્તર ક્લાસમાં દારૂના નશામાં મળ્યો…
ISWAIના સભ્યોએ રાજ્ય સરકારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને બિઝનેસ ટ્રાવેલ અને પર્યટન માટે ભારતનું પ્રવેશદ્વાર હોવાનો ફાયદો છે. લગભગ 1.8 લાખ વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક ૪.૩ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે છે. રાજ્યમાં દારૂના ઉત્પાદનોના ઊંચા ભાવને કારણે તેના ઉપર ગંભીર અસર થઈ શકે છે અને પ્રવાસીઓ અન્ય રાજ્યોમાંથી સસ્તા વિકલ્પો શોધી શકે છે.
ISWAIના પ્રતિનિધિમંડળે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે આટલો ભારે કર વધારો તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે એક જ વારમાં આટલો મોટો વધારો કરવાને બદલે આવક વધારવા માટે તબક્કાવાર રીતે કરમાં વધારો કરવામાં આવે.
આપણ વાંચો: પાલિકાના ઠરાવ દ્વારા દારૂના લાઇસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી: અજિત પવારે વિધાનસભાને જણાવ્યું…
ISWAIના CEO સંજીત પાધીએ રાજ્યના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી અને ચેતવણી આપી હતી કે,”નાના અને મધ્યમ બારની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડશે (મહારાષ્ટ્ર હોસ્પિટાલિટી સેક્ટરમાં 20,000 બાર છે, જેમાં મુંબઈમાં 8000 બારનો સમાવેશ થાય છે) જેના પરિણામે તેઓ કાયમી ધોરણે બંધ થઇ શકે છે.
50-100 બેઠક ક્ષમતાવાળા 60% થી વધુ પરમિટ રૂમ અને લાઉન્જ બાર કામ કરી શકશે નહીં કારણ કે તેઓ પહેલાથી જ ઓછા મુલાકાતીઓ અને માલના ભરાવાનો સામનો કરી રહ્યા છે.”