Nashikમાં IT Raid, 26 કરોડની રોકડ જપ્ત
Nashik: છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા (IT) વિભાગ ખૂબ જ સક્રિય થઈ ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડામાં મોટી માત્રામાં બિનહિસાબી નાણાંનો પર્દાફાશ થઈ રહ્યો છે. આ વિભાગે તાજેતરમાં નાંદેડ (નાંદેડ આઈટી રેઈડ) માં એક મોટો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં રૂ.170 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. જે બાદ નાસિકમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે.
નાશિક શહેરમાં બુલિયન વેપારીઓ પર દરોડાના કારણે સનસનાટી મચી ગઈ છે. આવકવેરા વિભાગે અહીંના એક બુલિયન ઉદ્યોગપતિની મિલકતો પર દરોડા પાડીને રૂ. 26 કરોડ રોકડા અને રૂ. 90 કરોડની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા છે. સતત ત્રીસ કલાક સુધી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરા ચોરીની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આશરે 50 થી 55 અધિકારીઓએ સુરાણા જ્વેલર્સની પેઢી અને તેમની રિયલ એસ્ટેટ બિઝનેસ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ સાથે જ રાકા કોલોની ખાતેના તેમના આલીશાન બંગલાની પણ આવકવેરા વિભાગની ટીમે તપાસ કરી હતી. શહેરમાં અલગ-અલગ જગ્યાએ તેમની ઓફિસ, ખાનગી લોકર અને બેંકના લોકર પણ ચેક કરવામાં આવ્યા હતા.
મનમાડ અને નંદગાંવમાં તેના પરિવારના સભ્યોના ઘરોની પણ તલાશી લેવામાં આવી હતી. જે જગ્યાએ દરોડો ચાલી રહ્યો હતો ત્યાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી નાશિકમાં સનસનાટી મચી ગઈ છે.
જપ્ત કરાયેલી આ રકમને ગણતરી માટે લઇ જવા માટે આવકવેરા વિભાગે કુલ સાત કાર મગાવવી પડી હતી. સાત કારમાં રોકડ બરીને સીબીએસ નજીક સ્ટેટ બેંકની ઓફિસમાં ગણતરી માટે લાવવામાં આવી હતી. સ્ટેટ બેંકમાં આમ તો શનિવારે રજા હતી, પરંતુ આ દિવસે પણ બેંકના હેડક્વાર્ટર ખાતેના કર્મચારીઓએ રોકડની ગણતરીમાં સહયોગ આપ્યો હતો.