મહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

હેં, મહારાષ્ટ્રના આ ગામમાં ઘરની બહાર ગાડી નહીં હોડી કરાય છે પાર્ક!

એક સુંદર મજાનું ઘર, ઘરની બહાર પોતાની ગાડી પછી એ ટુવ્હીલર હોય કે ફોર વ્હીલર… પરંતુ જરા વિચારો કરો કે ઘરની બહાર ગાડી નહીં પણ હોડી જ પાર્ક કરેલી હોય તો? વાંચીને કલ્પના કરવી પણ અઘરી લાગે છે ને? કદાચ એકાદ સેકન્ડ માટે એવું પણ થશે કે ભાઈ આવ તો કાલ્પનિક છે, આવું હકીકતમાં ના હોય. પરંતુ ના બોસ એવું નથી. આ દ્રશ્ય હકીકતમાં જોવા મળે છે અને એ પણ આપણા મહારાષ્ટ્રમાં… ચાલો જોઈએ કયું છે આ ગામ અને ત્યાં કેમ દરેક ઘરની બહાર હોડી પાર્ક કરેલી જોવા મળે છે?

મહારાષ્ટ્રના કોંકણમાં આવેલું હિડન આઈલેન્ડ છે આ ગામ જાણે ધરતી પરનું સ્વર્ગ છે. કોંકણમાં અનેક પર્યટનસ્થળો આવેલા છે અને એમાંથી જ એક છે આ ગામ. ચારેય બાજુ પાણીથી ઘેરાયેલું હોવાને કારણે અહીં તમને દરેક ઘરની બહાર હોડી પાર્ક કરેલી જોવા મળે છે. રત્નાગિરીથી રાજાપુર અને જૈતાપુર સુધી બસનો પ્રવાસ. ત્યાર બાદ જૈતાપુરથી હોડી કે બોટમાં બેસીને તમે પહોંચી જશો આ અનોખા ગામ જેનું નામ છે જુવે.

આ પણ વાંચો: માનો યા ના-માનોઃ દેશના આ ગામમાં ભરાય છે ભૂતોનો મેળો

જુવે ગામમાં હજી ટુરિઝમ જોઈએ એટલા પ્રમાણમાં ડેવલપ થયું નથી અને આ જ કારણ છે કે અહીં અપરંપાર શાંતિ અને અખૂટ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણી શકાય એમ છે. આસપાસ નાળિયેરી અને સોપારીની વાડીઓ, વચ્ચોવચ્ચ ઘર અને આસપાસમાં બ્લ્યુ વોટર…

આ પણ વાંચો: ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ

ગામનું આ વર્ણન સાંભળીને જ ત્યાં જવા માટે મન લલચાવવા લાગે છે. રાજાપુરની અર્જુના નદી જ્યાં અર્ધચંદ્રાકારમાં વળાંક લે છે ત્યાં જ આ જુવે ગામ કહો કે બેટ આવેલું છે. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલા હોવાને કારણે આ ગામમાં જવા માટે હોડી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જૈતાપારુ, બુરંબેવાડી, અને ધાઉલવલ્લીની વચ્ચે જૈતાપુર ખાડી ખાતે આવેલું છે આ નાનકડું. જેને લોકો હિડન જેમ ઓફ કોંકણ તરીકે પણ ઓળખે છે.

શોર્ટ વેકેશન માટે આ એકદમ પરફેક્ટ ચોઈસ છે એટલે જ્યારે પણ ચાન્સ મળે તો એક વખત ચોક્કસ જ આ કોંકણના આ ગામની મુલાકાત લઈને આવજો હં ને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button