મહારાષ્ટ્ર

હિન્દી-મરાઠી વિવાદ વધુ વકર્યો; હિન્દી બોલતા વ્યક્તિ સાથે ઝપાઝપી, મુંબઈ બાદ હવે પુણેથી VIDEO વાયરલ

પુણે: ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાષા બાબતે વિવાદો ચાલી રહ્યા છે, તમિલનાડુમાં હિન્દી વિરુદ્ધ તમિલનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી હેડ લાઈનમાં છે. એવામાં મહારાષ્ટ્રમાં હિન્દી સામે મરાઠી ભાષાનો વિવાદ પણ વકરતો કરતો જાય છે. મુંબઈ બાદ હવે પુણેમાં બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

પુણેનો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે બે લોકો વચ્ચે મરાઠી અને હિન્દી બોલવા અંગે ઉગ્ર દલીલ થઈ અને મામલો એટલો વધી ગયો કે બંને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા.

આપણ વાંચો: હિન્દી ભાષાને લઈને રાજ ઠાકરેએ આ શું કહી દીધું? ‘હિન્દી રાષ્ટ્ર ભાષા નથી…કાનમાં પડતની સાથે જ…’

અહેવાલ મુજબ, આ ઘટના વાઘેલી વિસ્તારમાં આવેલા ડી-માર્ટ સ્ટોર (Pune Hindi-Marathi Dispute) છે. આ વિડીયોને કારણે સોશિયલ મીડિયા પર ભાષા અંગે ચર્ચા જાગી છે.

શું છે વિડીયોમાં?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક આધેડ વયનો પુરુષ તેની પત્ની સાથે ડી-માર્ટ સ્ટોરમાં ઊભો છે. આ દરમિયાન, એક વ્યક્તિ તેને મરાઠીમાં બોલવાનું કહે છે, પરંતુ તેઓ જવાબ આપે છે કે તેઓ ફક્ત હિન્દીમાં જ બોલશે. આ પછી, જ્યારે દંપતીને ફરીથી મરાઠીમાં બોલવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે – અમે નહીં બોલીએ.

આ પછી, પુરુષે કહ્યું કે જાઓ અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, પણ તમારી રીત ખોટી છે. પછી તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે, મને પૂછ્યા વગર તમે મારો વીડિયો બનાવી ન બનાવી શકો, અને પછી બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ જાય છે.
આ વિડીયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. કેટલાક યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે જે મહારાષ્ટ્રમાં રહે છે, તેને મરાઠી આવડવી જોઈએ. અન્ય લોકોએ દલીલ કરી રહ્યા છે કે તમે સ્થાનિક ભાષા કોઈના પર લાદી ન શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button