ગુરૂગ્રામ સામૂહિક દુષ્કર્મ કેસમાં અભિનેતા આશિષ કપૂરના 14 દિવસના રિમાન્ડ મંજૂર

પુણેઃ ભારતમાં છાશવારે દુષ્કર્મના કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેવામાં ટીવી અભિનેતા આશિષ કપૂર સામે પણ દુષ્કર્મને કેસ થયો છે. આશિષ કપૂરને આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
24 વર્ષની એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે અભિનેતા આશિષ કપૂરની ધરપકડ કરી હતી. અત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, હજી સુધી મહિલાનો ફોન મળ્યો નથી. તે ફોનમાં મહત્વના પૂરાવા તેવું મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે. જેથી તેની તપાસ ચાલી રહી છે.
આપણ વાંચો: દોસ્ત દોસ્ત ન રહાઃ ગોંડલમાં મિત્રએ મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
મહિલાએ 11 ઓગસ્ટે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, ગુરૂગ્રામમાં રહેતા એક મહિલાને 10 ઓગસ્ટે દિલ્હીમાં એક પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવી હતી. મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, આશિષ કપૂર અને તેના મિત્રોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
જોકે, માહિલાએ આ સમગ્ર ઘટનાનો તેનો વીડિયો બનાવી લીધો હતો, પરંતુ આરોપીઓ તેનો ફોન છીનવી લીધો હોવાનો આરોપ છે. મહિલાએ 11 ઓગસ્ટે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુખ્ય આરોપી આશિષ કપૂરની ધરપકડ કરી લેવામાં આવી છે.
આપણ વાંચો: નાલાસોપારામાં અપહરણ બાદ સગીરા સાથે દુષ્કર્મ: ફરાર યુવક પાંચ મહિના બાદ પકડાયો…
પુણેમાં તેના એક મિત્રના ઘરેથી ધરપકડ કરવામાં આવી
આરોપી આશિષ કપૂરની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના આરોપીઓની પણ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આરોપી આશિષ ત્રણ અઠવાડિયાથી પોલીસથી બચીને ભાગી રહ્યો હતો. જો કે, પોલીસે સતત વોચ રાખીને પુણેમાં તેના એક મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોલીસે આશિષ કપૂરનો AIIMS ખાતે મેડિકલ પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ્સ આવ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.