આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ અને કોંકણ વચ્ચે ગ્રીનફિલ્ડ હાઈવે તૈયાર કરાશેઃ સમયની બચત, વિકાસનો માર્ગ મોકળો થશે

મુંબઈ: મુંબઈ-કોંકણની મુસાફરી હવે ફક્ત ચાર કલાકમાં પૂર્ણ થઇ શકશે. કોંકણ માટે ગેમ-ચેન્જર હાઇ-સ્પીડ ગ્રીનફિલ્ડ હાઇ-વેની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ મરીન હાઇવે માટે ચાર મોટા ખાડી પુલ બનાવવામાં આવી રહ્યા હોવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રત્નાગિરીમાં કરી હતી.

૩૭૬ કિલોમીટર લાંબા હાઇ-સ્પીડ ગ્રીનફિલ્ડ હાઇવેમાં ૪૧ ટનલ, ૫૧ મોટા બ્રિજ અને ૬૮ ઓવરપાસ પણ હશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ માટે કુલ ૬૮,૭૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો: મુંબઈ-નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સેવાઃ પ્રદૂષણ ઘટશે અને મુસાફરીનો સમય બચશે…

છ લેનવાળો આ હાઇ-સ્પીડ હાઇ-વે ૧૦૦ મીટર પહોળો હશે. આ હેતુ માટે કુલ ૩,૭૯૨ હેક્ટર જમીન પણ સંપાદિત કરવામાં આવશે. ઉપરાંત, મરીન હાઇ-વે, મુંબઈ-ગોવા હાઇ-વે અને હાઇ-સ્પીડ ગ્રીનફિલ્ડ હાઇ-વે એકબીજા સાથે જોડાયેલા હશે.

આ હાઇ-વે અલીબાગ-શાહાબાદ-રોહા, માનગાંવ-મેધેગાંવ, મંડનગઢ-દાપોલી-ગુહાગર શહેર-ગણપતિપુલે, રાજાપુર-ભાલવલી-દેવગઢ શહેર, માલવણ-કુડાલ-સાવંતવાડીના રૂટ પરથી પસાર થશે, એવી માહિતી સામે આવી છે.

પ્રસ્તાવિત મરીન હાઇવે કોંકણના સુંદર દરિયાકિનારાઓને પણ જોડશે. આ માર્ગ કોંકણ માટે ગેમ-ચેન્જર પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. આ હાઇવે ઉદ્યોગ, પર્યટનને વેગ આપશે. એટલું જ નહીં, ખેડૂતોને ફાયદો થશે અને આ માર્ગ મુંબઈ અને કોંકણ વચ્ચેના નિયમિત મુસાફરો તેમ જ પ્રવાસીઓ માટે સમય બચાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button