મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને પાયાની લશ્કરી તાલીમ

સરકારનો નવતર પ્રયોગ: મહારાષ્ટ્રમાં પ્રાથમિક ધોરણથી લશ્કરી તાલીમ

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી દેશભક્તિ, શિસ્તની ભાવના જગાડવા અને નિયમિત શારીરિક કસરતની આદતને પ્રોત્સાહન આપવા માટે મૂળભૂત લશ્કરી તાલીમ આપવામાં આવશે એમ રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દાદા ભુસેએ જણાવ્યું છે.

દેશપ્રેમ જાગૃત કરવાની કોશિશ કરાશે

વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે નિવૃત્ત સૈનિકોને સામેલ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ‘પહેલા ધોરણના વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી તાલીમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી દેશપ્રેમ જાગૃત કરવામાં મદદ મળશે.

વિદ્યાર્થીઓને શિસ્તપ્રિય બનાવવાનો પ્રયાસ

નિયમિત રીતે શારીરિક વ્યાયામ કરવા જેવી આદતો વિકસશે અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રિય બનશે. સરવાળે આ બધી બાબતોનો લાભ વિદ્યાર્થીઓને જ મળશે.’ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હોવાની તેમણે નોંધ્યું હતું.

ભૂતપૂર્વ સૈનિકોની મદદ લેવામાં આવશે

આ પ્રસ્તાવનો અમલ કરવા માટે સ્પોર્ટ્સ ટીચર્સ, નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી), સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ઉપરાંત અઢી લાખ ભૂતપૂર્વ સૈનિકોની મદદ લેવામાં આવશે એમ શિવસેનાના પ્રધાને ઉમેર્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button