જળગાંવમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટઃ કોઈ જાનહાનિ નહીં પણ
જળગાંવમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટઃ કોઈ જાનહાનિ નહીં પણ

મુંબઈઃ મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં આજે બપોરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ જેના કારણે પશ્ચિમ રેલવેમાં નંદુરબાર-સુરત સેક્શનની ડાઉન અને અપ લાઇનને અસર થઇ હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ગુગુસથી ગુજરાતના ગાંધીનગર તરફ જતી કોલસાથી ભરેલી ગુડ્સ ટ્રેનને અકસ્માત થયો હતો. ગુડ્સ ટ્રેનના લોકોમોટિવ સહિત સાત વેગન્સ આજે બપોરે 2.18 વાગ્યે ટ્રેક પરથી ખડી પડ્યા હતા. ટ્રેક પર વેગન ખડી પડવાને કારણે ટ્રેકની આસપાસ કોલસો પડ્યો હતો. આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નહોતી.
ગુડ્સ ટ્રેનના ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઉધના, ભુસાવળ અને નંદુરબારથી અકસ્માત રાહત ટ્રેનો (એઆરટી) સાથે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વહેલી તકે ટ્રેનસેવા નિયમિત કરવા માટે તમામ પ્રયાસો ચાલુ છે, માલગાડીને ડબ્બાને પાટા પરથી ટૂંક સમયમાં હટાવવામાં આવે તેવી અપેક્ષા છે, એમ તેમણે જણાવ્યું.
(પીટીઆઈ)