આમચી મુંબઈમહારાષ્ટ્ર

પરદેશ કેમ જવું, આપણું ગામ સારું: એકનાથ શિંદે

લંડન આરામ કરવા ગયેલા ઉદ્ધવ ઠાકરેને ટોણો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતત ચાલી રહેલા કામમાંથી થોડો સમય કાઢીને સાતારા જિલ્લામાં આવેલા પોતાના મૂળ ગામ દરેમાં ગયા હતા અને ત્યાં તેમણે ખેતરોમાં કામ કર્યું હતું અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. આ બધાની વચ્ચે તેમણે ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે ગયા અઠવાડિયે જ લોકસભાની ચૂંટણીની ધમાધમથી મુક્તિ મેળવવા માટે લંડનની મુલાકાતે ગયા છે. મતગણતરી પૂરી થયા પછી તેઓ પાછા મુંબઈ આવે તેવી શક્યતા છે.

આ જ મુદ્દે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે પરદેશ શું કામ જવું, આપણું ગામ સારું.
એકનાથ શિંદેએ મરાઠીમાં કવિતાની બે પંક્તિઓ સોશિયલ મીડિયા પર મૂકી હતી. પરદેશી કશાલા જાયાચં ગડ્યા, આપલા ગાવ બરા… શેત પીકાચી દુનિયા ન્યારીવસે જીથે વિઠુરાયાચી પંઢરી.. (વિદેશ ફરવા માટે કેમ જવું છે, આપણું ગામ સારું છે. ખેતર અને પાકની દુનિયા અલગછે, જ્યાં આ બધું છે ત્યાં જ વિઠ્ઠલની પંઢરી વસી છે.)

તેમણે એમ પણ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની ભાગદોડમાંથી થોડો સમય કાઢીને મહાબળેશ્ર્વર તાલુકામાં આવેલા દરે નામના મારા મૂળ ગામે જઈને થોડી વિશ્રાંતી લીધી હતી. ખેતર અને વાડીમાં જઈને આંટો માર્યો હતો અને ખેતી અને માટીનું નિરીક્ષણ કર્યું હતું. જીવમાં જીવ આપનારા ગાય-પ્રાણીઓની તપાસ કરી. તેમને પ્રેમથી બે કોળિયા ખવડાવ્યા. તેમ જ ખેતરમાં જઈને ચીકુ, ફણસ, સોપારી અને શાકભાજીના વાવેતરનું નિરીક્ષણ કર્યું હતું. અહીંની માટી મારા મનને શાંતી આપે છે તેની સાથે જ ફરી એક વખત નવા જોશ-જુસ્સા સાથે નવા પડકારોનો સામનો કરવાની તાકાત આપે છે.

તેમણે આની સાથે જ પોતાના સાતારાના પોતાના ખેતરના મનમોહક દૃષ્યો દેખાડતો વીડિયો પણ મૂક્યો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અત્યારે પરદેશમાં (લંડન) છે. તેથી એકનાથ શિંદેનું આ ટ્વિટ ઉદ્ધવ ઠાકરેને અપ્રત્યક્ષ ટોણો હોવાની ચર્ચા થઈ રહી છે. આ પહેલાં પણ એકનાથ શિંદેએ ઠાકરેની વિદેશયાત્રાને લઈને ટોણો માર્યો હતો કે મારે અત્યારે પરદેશ જવાની આવશ્યકતા નથી કેમ કે મારી પાસે ઘણા કામ પડ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ