મહારાષ્ટ્ર

બાળ ઠાકરેને ભારતરત્ન આપો: શિવસેના (યુબીટી)

મુંબઈ: શિવસેના (યુબીટી)એ ગુરુવારે શિવસેનાના સ્થાપક સ્વ. બાળ ઠાકરે માટે ભારત રત્નની માગણી કરી હતી.
સ્વર્ગસ્થ નેતાની 99મી જન્મજયંતિ નિમિત્તે બોલતાં, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકારે છેલ્લા દસ વર્ષમાં કેટલાક એવા લોકોને દેશનું સર્વોચ્ચ નાગરી સન્માન આપ્યું છે જે તેના લાયક નહોતા, પરંતુ જે માણસે ખરેખર દેશમાં હિન્દુત્વના બીજ વાવ્યા છે તેને પણ ભારત રત્ન આપવું જોઈએ.

તેમને ભારત રત્ન કેમ આપવામાં આવ્યું નથી? ‘હિન્દુ-હૃદય સમ્રાટ’ બાળ ઠાકરેને જન્મ શતાબ્દિ પહેલાં આ પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ. એવી શિવસેના (યુબીટી)ની માગણી છે,’ એમ તેમણે કહ્યું હતું. રાઉતે નોંધ્યું હતું કે ઠાકરેની જન્મશતાબ્દી ફક્ત એક વર્ષ દૂર છે.

આપણ વાંચો: બાળ ઠાકરેના વિચારોને ટકાવવા માટે સત્તા પરિવર્તન કરનારા એકનાથ શિંદે ખરા રાષ્ટ્રભક્ત: જગદ્ગુરુ પરમહંસ આચાર્ય

‘શતાબ્દી શરૂ થાય તે પહેલાં, તેમને ભારત રત્ન મળવું જરૂરી છે. તમે વીર સાવરકરને ભારત રત્ન ન આપી શકો. જો તમે બાળ ઠાકરેને ભારત રત્ન આપો છો, તો તે વીર સાવરકર માટે પણ સન્માન હશે,’ એમ રાજ્યસભાના સભ્યે વધુમાં કહ્યું હતું.
તેમના પક્ષના સાથી અને મુંબઈ દક્ષિણના સાંસદ અરવિંદ સાવંતે પણ આ જ માગણી કરી હતી અને કહ્યું હતું કે, ઠાકરેએ દેશને બતાવ્યું કે ‘હિન્દુત્વના આદર્શો’ શું છે.

‘કેન્દ્રમાં જે સરકાર પોતાને હિન્દુત્વ તરફી કહે છે તેણે તેમને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. અમે આની ભારપૂર્વક માગણી કરીએ છીએ,’ એમ તેમણે મધ્ય મુંબઈના શિવાજી પાર્ક ખાતે ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button