GBSના કેસ દિવસે દિવસે વધતા જાય છે, અત્યાર સુધીમાં 11 જણનો જીવ લીધો

પુણેઃ મહારાષ્ટ્રમાં GBSના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં GBSને કારણે 11 લોકોના મૃત્યુ થયા છે અને GBSના 211થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા શહેરમાં GBSના દર્દીઓ મળી રહ્યા છે. મુંબઈ, પુણે અને નાસિક એમ દરેક સ્થળે GBSએ આતંક મચાવ્યો છે. આ રોગમાં હાથ પગમાં નબળાઈ આવે છે અને અચાનક ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે.
વધુ બે મૃત્યુ નોંધાયાઃ-
દરમિયાન આજે એવી માહિતી જાણવા મળી છે કે રાજ્યમાં GBSના વધુ બે દર્દીના મૃત્યુ થયા છે. પુણેની સાસન જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીનું અને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા GBSના દર્દીનું મૃત્યુ થયું છે. આને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં GBSને કારણે મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો છે અને રાજ્યમાં GBSના દર્દીઓની કુલ સંખ્યા 211 પર પહોંચી ગઈ છે. GBSના ડરને કારણે સામાન્ય નાગરિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
દૌંડ તાલુકાના રહેવાસીનું મૃત્યુ થયુંઃ-
મળતી માહિતી અનુસાર સાસુન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક 37 વર્ષના વ્યક્તિનું GBSને કારણે મૃત્યુ થયું હતું. તે દૌંડ તાલુકાનો રહેવાસી હતો. તેને થોડા દિવસ પહેલા સારવાર માટે સાસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને શરૂઆતમાં પોતાના હાથમાં નબળાઈનો અનુભવ થયો હતો. તેને IVIG ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસમાં તેને GBS હોવાનો નિદાન થયું હતું. તેની તબિયત વધુ ખરાબ થતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, પણ સારવાર દરમિયાન 17 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો…લોઅર પરેલમાં છાવા જોવા ગયેલા દર્શકો બન્યા આક્રમકઃ ઠાકરે જૂથના નેતાએ કરવો પડ્યો હસ્તક્ષેપ
નાંદેડની મહિલાનું મૃત્યુ થયુંઃ-
આ ઉપરાંત પુણેની એક ખાનગી હોસ્પિટલમાં એક 25 વર્ષીય મહિલાનું GBSથી મૃત્યુ થયું હતું. તે નાદેડની રહેવાસી હતી. 15 મી જાન્યુઆરીએ તેને ઝાડા થયા હતા. ત્યારબાદ તેને ખોરાક ગળવામાં તકલીફ થવા લાગી હતી અને તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ કથળતા તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી પણ 18 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં GBSના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે અને GBSથી સંક્રમિત લોકોની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે.