રાજ્યભરમાં ગણેશવિસર્જન દરમ્યાન ચાર તણાઈ ગયા: ૧૩ ગુમ થયા, એકનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ અને છ જખમી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

રાજ્યભરમાં ગણેશવિસર્જન દરમ્યાન ચાર તણાઈ ગયા: ૧૩ ગુમ થયા, એકનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ અને છ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશવિસર્જન ધૂમધામપૂર્વક પાર પડ્યું હતું. જોકે વિસર્જન દરમ્યાન રાજ્યમાં પાલઘર સહિતના અન્ય જિલ્લાઓમાં ચાર લોકો પાણીમાં તણાઈ ગયા હોવાનો તથા ૧૩ લોકો ગૂમ થયા હોવાનો ગમગીની બનાવ બન્યો હતો. એ સિવાય મુંબઈના કુર્લામાં ગણેશમૂર્તિના વિસર્જન દરમ્યાન રવિવારે સવારના વીજળીના વાયરના સંપર્કમાં આવવાથી એકનું મૃત્યુ થયું હતું તો પાંચ જણ ગંભીર રીતે દાઝી ગયા હતા.

મુંબઈના કુર્લા પરિસરમાં રવિવારે ૧૦.૪૫ વાગે આ દુર્ઘટના બની હતી, જેમાં સાકીનાકાના ખૈરાણી રોડ પર વિસર્જન યાત્રા દરમ્યાન જોખમી રીતે લટકતા ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં ગણેશ મૂર્તિ આવી ગઈ હતી. તેને કારણે મૂર્તિ પાસે રહેલા છ ગણેશ ભક્તોને વીજળીનો શોક લાગ્યો હતો. તેમને તરત નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગણેશવિસર્જન માટે મુંબઈ પાલિકા સજ્જ: ૧૦,૦૦૦ અધિકારી-કર્મચારી તહેનાત…

તો તેમાંથી એકને પાલિકા સંચાલિત સેવન હિલ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જોકે સારવાર મળે તે અગાઉ જ ૩૬ વર્ષના બિનુ સુુખુમરન ખુમરાનનું મૃત્યુ થયું હતું. તો બાકીના પાંચ લોકોની તબિયત સ્થિર છે અને તેમના પર સારવાર ચાલી રહી છે, જેમાં ૨૦ વર્ષના સુભાંશુ કામત, ૨૦ વર્ષના તુષાર ગુપ્તા, ૪૯ વર્ષના ધરમરાજ ગુપ્તા, ૧૪ વર્ષનો કરન કનોજીયા અને છ વર્ષા બાળક અનુષ ગુપ્તાનો સમાવેશ થાય છે.

રાજ્યના પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ઘટનામાં વિસર્જન દરમ્યાન પાણીમાં ચાર લોકો ડૂબી ગયા હતા. બે લોકો વાકી ખુરાડમાં આવેલી ભામા નદીમાં તણાઈ ગયા હતા. એક યુવક શેલ પિમ્પલગાવમાં પાણીમાં તણાઈ ગયો હતો. તો ચોથો બનાવ પુણે ગ્રામિણ વિસ્તારમાં બિરવાડીમાં બન્યો હતો, જેમાં એક યુવક કૂવામાં વિસર્જન સમયે લપસીને પડી ગયો હતો. આ ચાર દુર્ઘટનામાંથી મે જગ્યાએ જ રવિવાર મોડે સુધી બેના જ મૃતદેહ હાથ લાગ્યા હતા. તો અન્ય બેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ પણ વાંચો: ચોપાટી પર ‘સ્ટિંગ રે’ અને ‘બ્લુ જેલીફિશ’નું જોખમ…

રાજ્યના નાંદેડ જિલ્લાના ગડેગાંવમાં આવેલી નદીમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા, તેમાંથી એકને બચાવી લેવામાં સફળતા મળી હતી. તો બીજા બેનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નાશિકમાં પણ વિસર્જન દરમ્યાન ચાર લોકો તણાઈ ગયા હતા, જેમાંથી એકનો મૃતદેહ સિન્નારમાં હાથ લાગ્યો હતો. જળગાંવમાં જુદા જુદા બનાવમાં ત્રણ લોકો પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક પોલીસને જણાવ્યા મુજબ મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

થાણે જિલ્લામાં વિસર્જન જુદા જુદા વિસ્તારમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા, તેમાંથી એકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બાકીના લોકોની મોડે સુધી શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અમરાવતી જિલ્લામાં પણ ગણેશમૂર્તિના વિસર્જન દરમ્યાન એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં છ દિવસમાં Ganesh Visarjan દરમિયાન ડૂબી જવાથી 15નાં મોત

પોલીસના જણાવ્યા મુજબ શનિવારે અનંત ચતુર્દશીના વિસર્જન દરમ્યાન રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને નદી, તળાવો સહિત કુદરતી સ્રોતમાં પાણીનું સ્તર પણ વધી ગયું હતું, તેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તહેતાન કરવામાં આવી હતી.
બોકસ

પાલઘરમાં ત્રણને બચાવી લેવામાં

પાશહમાં ગણેશવિસર્જન દરમ્યાન ખાડીમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. જોકે રો-રો બોટની મદદથી તેમને તરત બચાવી લેવામાં આવ્યા હોવાનું મેરિટાઈમ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું.

આ બનાવ શનિવારે બપોરના ત્રણ વાગે વિરાર (પશ્ર્ચિમ)માં નારંગી જેટ્ટી પાસે બન્યો હતો, જેમાં ત્રણ લોકો મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા ત્યારે તેમાંથી એકનો પગ લપસી જતા તે ખાડીમાં પડી ગયો હતો.

તેના બચાવવા માટે બીજા બે લોકોએ ખાડીમાં ઝંપલાવી દીધું હતું અને પાણીમાં તણાઈ ગયા હતા. એ સમયે દરિયામાં ઓટ હોવાથી તેઓ જેટીથી દૂર પાણીમાં અંદર તણાઈ ગણાયા હતા અને પાણીમાં ડૂબવા માંડ્યા હતા.

મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ પોર્ટને તેની જાણ થતા તેઓએ તરત ત્યાં નજીક રહેલી રો-રો બોટ સર્વિસને મોકલી હતી. રો-રોએ તરત ઘટના સ્થળે પહોંચીને તેમને ભારે જહેમત બાદ ટૂંકા ગાળામાં શોધી કાઢ્યા હતા.

ત્રણેયને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પાછા જેટી પાસે લઈ જવામાં આવ્યા હતા.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button