મહારાષ્ટ્ર

બિડમાં કાર-ટ્રકના અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચારનાં મોત

છત્રપતિ સંભાજીનગર: બિડમાં લીંબાગણેશ ગામ નજીક ટ્રક અને કાર (ફોર વ્હીલર) વચ્ચે ગંભીર અકસ્માત થતા ચાર લોકોનાં મૃત્યુ થયા હતા. આ ભીષણ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચાર જણનાં મોત થયા હતા.

શુક્રવારે રાતે 9.30 વાગ્યે બનેલી આ ઘટનામાં ચાર જણના મોત થયા હતા. મૃતકની ઓળખ પ્રહલાદ સીતારામ ઘરત અને નીતિન ઘરત તરીકે કરવામાં આવી છે. આ પિતા પુત્ર સાથે અન્ય બે લોકોનાં મોત થયા છે, જેમાં એકનું નામ લક્ષ્મણ સાનપ તરીકે ઓળખ કરી છે. એના સિવાય અકસ્માતમાં મૃત્યુ થનાર ચોથા વ્યક્તિની ઓળખ હજી સુધી કરવામાં આવી નથી.
અકસ્માત વિશે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચારેય લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલી ચોથી વ્યક્તિ ટ્રક ડ્રાઇવર હોય શેકે.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત થયેલા બંને વાહનોને જુદા કરવા માટે ક્રેન મશીનની મદદ લેવી પડી હતી. અકસ્માતમાં મૃતકના મૃતદેહને બિડના જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. બિડ-નગર માર્ગ પર અકસ્માત થતાં ભારે ટ્રાફિક જામ થયો હતો, જેથી આ આપઘાતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રસ્તાની બાજુમાં કરી વાહનોને રવાના કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button