આમચી મુંબઈમહારાષ્ટ્ર

દેવગડમાં ચાર વિદ્યાર્થિની દરિયામાં ડૂબી: એક વિદ્યાર્થી ગુમ

મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ ખાતે શનિવારે બપોરે ખાનગી સંસ્થાની ચાર વિદ્યાર્થિની દરિયામાં ડૂબી ગઇ હતી, જ્યારે એક વિદ્યાર્થી ગુમ થયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો પુણે નજીકના પિંપરી-ચિંચવડ ખાતેની તાલીમ સંસ્થા સૈનિક એકેડમીના 35 વિદ્યાર્થીઓના ગ્રૂપનો ભાગ હતા.

આ ગ્રૂપ પિકનિક મનાવવા માટે દેવગડ ખાતે આવ્યું હતું. આમાંના અમુક વિદ્યાર્થી બપોરના ત્રણ વાગ્યે પાણીમાં ગયા ત્યારે આ ઘટના બની હતી.

મૃતકોની ઓળખ પ્રેરણા ડોંગરે, અંકિતા ગાલટે, અનિશા પડવાલ અને પાયલ બનસોડે તરીકે થઇ હતી. તેમના મૃતદેહોને નજીકની ગ્રામીણ હોસ્પિટલમાં રખાયા હતા. સ્થાનિક પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત