આમચી મુંબઈમહારાષ્ટ્ર
શહાપુરમાં વીજળી પડવાથી લાગેલી આગમાં ચાર ભેંસના મોત

થાણે: થાણે જિલ્લાના શહાપુર વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ચાર ભેંસના મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો.
ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારી વસંત ચૌધરીના જણાવ્યા મુજબ શહાપુરમાં ખૈરે વિલેજમાં રવિવાર અને સોમવારે ભારે વરસાદની સાથે વીજળી પડી હતી. એ દરમિયાન ખૈરેમાં વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમા ચાર ભેંસ અને અન્ય પાંચ ઢોર જખમી થયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. રિવેન્યુ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વીજળી પડવાથી લગભગ ૬.૬૮ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.