મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના દીકરા અને તેની પત્નીએ શિંદેના ઘરે બાપ્પાના દર્શન કર્યાં

મુંબઈ: ગણેશોત્સવ પૂરા થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોટા મોટા પંડાલમાં ગણપતિના દર્શન માટે ભક્તોનો ઉત્સાહ સાથે ભીડ વધી રહી છે. અનેક લોકો ગણરાયાના દર્શન કરવા માટે એકબીજાના ઘરે જઈ રહ્યા છે ત્યારે અભિનેતાઓ અન્ય લોકોના ઘરે પણ જતા અને બાપ્પાના દર્શન કરતા જોવા મળે છે. આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના દીકરા અને અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે જઈને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા.

અને બાદમાં મુખ્ય પ્રધાને શિંદે સાથે તસવીર ખેંચાવી હતી. આ દરમિયાન રિતેશે આનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વખતે રિતેશે શર્ટ અને પેન્ટ પહેર્યું હતું, જ્યારે જેનેલિયા ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. આ પ્રસંગે એકનાથ શિંદેના પત્ની પણ હાજર હતા.


રિતેશ અને જેનેલિયા પહેલા ઘણા કલાકારોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે જઈને બાપ્પાના દર્શન કર્યા હતા. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને શાહરૂખ ખાન વર્ષાના ઘરે ગયા હતા અને બાપ્પાના દર્શન કર્યા હતા. મુખ્ય પ્રધાને પણ તેમનું સ્વાગત કર્યું હતું. આ વખતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીઢ પ્લેબેક સિંગર આશા ભોંસલેએ પણ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ભગવાન ગણેશના આશીર્વાદ માંગ્યા હતા.


કલાકારોની સાથે સાથે અનેક આગેવાનો પણ બાપ્પાના દર્શન કરવા વર્ષા આવાસ પહોંચ્યા હતા. મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ સીએમના નિવાસસ્થાને જઈને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. એ વખતે એકનાથ શિંદેએ પણ રાજ ઠાકરેનું ફૂલોનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું. રાજ ઠાકરેએ ગણપતિની આરતી પણ કરી હતી. રાજ ઠાકરે ગયા વર્ષે મુખ્ય પ્રધાન વર્ષાના નિવાસસ્થાને પણ ગયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ રવિવારે વર્ષાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button