આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિના પાંચ નેતાઓએ વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં તાજેતરમાં ચૂંટાયેલા ભાજપ, શિવસેના અને એનસીપીના કુલ પાંચ નેતાઓએ શુક્રવારે ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંદીપ જોશી, સંજય કેનેકર અને દાદારાવ કેચે, શિવસેનાના ચંદ્રકાંત રઘુવંશી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સંજય ખોડકેએ વિધાનપરિષદના સભ્ય તરીકે શપથ લીધા હતા.
મંગળવારે તેઓ ગૃહમાં બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે હવે રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં હવે પતિ-પત્નીની જોડીમાંથી એક-એક સભ્ય છે.

આ પણ વાંચો: મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ, બજેટની ભંડોળ ફાળવણીમાં જાણો કયો પક્ષ નબર વન, ટુ અને થ્રી?

સુલભા ખોડકે અમરાવતી વિધાનસભા મતવિસ્તારમાંથી એમએલએ છે, જ્યારે તેમના પતિ સંજય ખોડકે હવે ઉપલા ગૃહના સભ્ય (એમએલસી) છે.

ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ઘણા વર્તમાન સભ્યો જીત્યા બાદ કાઉન્સિલમાં કુલ પાંચ બેઠકો ખાલી પડી હતી. શિવસેનાના આમશા પાડવી, એનસીપીના રાજેશ વિટેકર અને ભાજપના પ્રવિણ દટકે, ગોપીચંદ પડળકર અને રમેશ કરાડ વિધાનસભાની ચૂંટણીમાં જીતી ગયા બાદ તેમણે એમએલસી તરીકે રાજીનામું આપ્યું હતું અને ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button