સેન્ટ મેરી મેટ્રો સ્ટેશન યોજના પર ફડણવીસે કર્ણાટક સરકારની ટીકા કરી; કહ્યું કે તે શિવાજીનું અપમાન છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બેંગલુરુમાં શિવાજીનગર મેટ્રો રેલ સ્ટેશનનું નામ બદલીને સેન્ટ મેરી કરવાના પગલાં બદલ પાડોશી રાજ્ય કર્ણાટકની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ તાજેતરમાં કહ્યું હતું કે સેન્ટ મેરી બેસિલિકામાં વાર્ષિક તહેવાર દરમિયાન કરવામાં આવેલી વિનંતીને પગલે તેમની સરકાર બેંગલુરુના શિવાજીનગર મેટ્રો સ્ટેશનનું નામ સેન્ટ મેરી રાખવાનું વિચારશે.
પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું હતું કે, ‘હું કર્ણાટક સરકાર દ્વારા બેંગલુરુમાં શિવાજીનગર મેટ્રો સ્ટેશનનું નામ સેન્ટ મેરી રાખવાના પગલાની નિંદા કરું છું.
આ પણ વાંચો : Loksabha Election: 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કર્ણાટકમાં 71 ટકા બેઠકો જીતશે: CM સિદ્ધારમૈયાએ દાવો
આ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન છે. કોંગ્રેસે મરાઠા રાજાનું અપમાન કરવાની પરંપરા નેહરુના સમયથી ચાલુ રાખી છે જેમણે તેમના પુસ્તક ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં શિવાજી મહારાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.’
ફડણવીસે કહ્યું હતું કે તેઓ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે સર્વશક્તિમાન સિદ્ધારમૈયાને ધર્મ પર આધારિત અને મરાઠા યોદ્ધા રાજા વિરુદ્ધ આવા નિર્ણય સાથે આગળ ન વધવાની સમજ શક્તિ આપે.
કેટલાક વિપક્ષી નેતાઓની ટિપ્પણીઓ પર કે ભારતમાં પણ નેપાળમાં ચાલી રહેલા અને શ્રીલંકા અને બાંગ્લાદેશમાં અગાઉ જોવા મળેલા નાગરિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે, એનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે વિપક્ષનું સ્તર નીચે આવી ગયું છે.
આ પણ વાંચો : મેટાના ઑટો ટ્રાન્સલેશનનો મોટો છબરડો: કર્ણાટકના CM થયા નારાજ, કંપનીને માફી માગવા કહ્યું
‘તમે સરકારના કાર્યક્રમો અને નીતિઓની ટીકા કરી શકો છો પણ સમાજ અને દેશની નહીં,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે મરાઠા ક્વોટા જીઆરની ટીકા કરનારાઓને દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચવા કહ્યું, તેમણે ઉમેર્યું હતું કે હૈદરાબાદ ગેઝેટનો અમલ એ બધા મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા માટે એક સામાન્ય મંજૂરી નથી.
‘જેની પાસે કુણબી જાતિના દસ્તાવેજો અને પુરાવા છે તેમને જ યોગ્ય ચકાસણી પછી જાતિ પ્રમાણપત્રો આપવામાં આવશે. જીઆરની ટીકા કરનારાઓએ તેને કાળજીપૂર્વક વાંચવો જોઈએ,’ એમ ફડણવીસે કહ્યું હતું.