મહારાષ્ટ્ર

બીડના સરપંચની હત્યા મુદ્દે ફડણવીસે કહ્યું સરકાર કોઈને નહીં છોડે

નાગપુર: બીડ સરપંચની હત્યા કેસની તપાસ રાજ્ય સરકાર દ્રઢ નિર્ધાર સાથે કરી રહી છે અને આ ગુનામાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મુદ્દે રાજકારણ ન કરવું જોઇએ.

દેશમુખનું 9 ડિસેમ્બરે અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી નેતા ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાના મામલે અત્યાર સુધીમાં સાત જણની ધરપકડ કરી છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘આરોપીઓ ફરાર હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીને મદદ કરનારાઓને છોડવામાં નહીં આવે. તપાસ એજન્સીઓ કેસની વિગતે તપાસ કરવાની મંજૂરી આપવી જોઈએ.’

આપણ વાંચો: બીડ સરપંચ હત્યાના આરોપીઓને ફાંસી આપવી જોઈએ: ધનંજય મુંડે

ભાજપના વિધાનસભ્યને સીએમ પર ભરોસો નથી?

બીડ જિલ્લામાં થયેલી સરપંચની હત્યાની તપાસ અંગે ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર નિશાન સાધતા એનસીપીના પ્રવક્તા સૂરજ ચવ્હાણે રવિવારે વાંધો ઉઠાવ્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં ચવ્હાણે સવાલ કર્યો હતો કે રાજ્યનો ગૃહ વિભાગ હત્યાની નિષ્પક્ષ તપાસ કરશે એનો ધસને ભરોસો નથી? મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગૃહ વિભાગનો હવાલો સંભાળે છે. ચવ્હાણે કહ્યું હતું કે જો એનસીપીમાંથી કોઈ પણ હત્યા કેસમાં સંડોવાયેલું જણાશે તો પવાર તેમની સામે પગલાં લેતા નહીં અચકાય.

બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું 9 ડિસેમ્બરે અપહરણ કરી, અત્યાચાર ગુજારી તેમની હત્યા કરવામાં આવી હતી. પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી એક ઉર્જા કંપની પાસેથી પૈસા પડાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ તેમણે કર્યો હતો.

આપણ વાંચો: બીડ સરપંચ હત્યા: આરોપીઓની ધરપકડની માગણી માટે ગ્રામજનોનું ‘જળ સમાધિ’ આંદોલન…

મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી નેતા ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાના કેસમાં અત્યાર સુધીમાં સાત જણની ધરપકડ કરી છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) આ કેસની તપાસ કરી રહી છે.

ચવ્હાણે જણાવ્યું હતું કે શનિવારે પરભણીમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ધસે એનસીપીના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ અજિત પવારને નિશાન બનાવી પૂછ્યું હતું કે તેમના વચન (આ કેસની તપાસ સંદર્ભે)નું શું થયું?
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button