શિક્ષકોના મુદ્દાઓ ઉકેલવા માટે સરકાર સકારાત્મક: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે સરકાર અહીં વિરોધ કરી રહેલા અનુદાનિત અને બિન-અનુદાનિત શાળાઓના શિક્ષકોના મુદ્દાઓ ઉકેલવા માટે સકારાત્મક છે.
વિધાનસભા પરિષદમાં બોલતા, તેમણે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા, અને તેમના પર આ બાબતે રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો.
શિક્ષકો રાજકારણમાં સામેલ હોય તો તે યોગ્ય નથી અને તે સહન કરવામાં આવશે નહીં, એમ તેમણે કહ્યું હતું.
સરકાર આ મામલાને ઉકેલવા માટે સકારાત્મક છે. તે અમારી પ્રતિબદ્ધતા છે, પરંતુ અમારી પાસે અમારા મુદ્દાઓ છે. અમે તેમને (ચર્ચા માટે) આમંત્રિત કરીશું, એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કહ્યું કે ભાજપના પ્રધાન ગિરીશ મહાજન વિરોધ કરી રહેલા શિક્ષકો સાથે સંકલન કરી રહ્યા છે.
‘વિપક્ષ અમારા પર આંગળી ઉઠાવી રહ્યું છે, પરંતુ તેમની ચાર આંગળીઓ તેમના તરફ છે. તમે (અગાઉની કોંગ્રેસ સરકારે) આ બધી સંસ્થાઓને મંજૂરી આપી હતી કે તેઓ કાયમી ધોરણે સહાય વિના રહેશે. તમે ‘કાયમી’ શબ્દ કાઢી નાખ્યો, પછી તમે તેમને ક્યારેય એક પણ પૈસો આપ્યો નહોતો,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પહેલો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. બીજો હપ્તો ભાજપ સરકારે ચૂકવ્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે જ્યારે ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન હતા, ત્યારે સરકારે શિક્ષકોને એક પૈસો પણ આપ્યો ન હતો.
‘અમે નિર્ણય લીધો હતો અને તે હકીકત છે. અમે સંમત છીએ કે ચુકવણી કરવામાં વિલંબ થયો હતો,’ એમ તેમણે કહ્યું હતું.
વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ રાજકારણ રમી રહ્યા છે, જોકે ‘આ રાજકારણનો મામલો નથી.’