મહારાષ્ટ્ર

લોકસભાની ચૂંટણી લડવાનો નથી, કેન્દ્રમાં જવાની ચર્ચાઓ પર ફડણવીસે મૂકયું પૂર્ણ વિરામ

મુંબઇ: આગામી લોકસભાની ચૂંટણી ન લડતાં મહારાષ્ટ્રના રાજકારણમાં જ રહીશ એમ કહીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રમાં જવાની ચર્ચાઓ પર આખરે પૂર્ણ વિરામ મૂક્યો હતો. તથા 10 વર્ષ બાદ પણ પોતે ભાજપમાં જ હશે અને પક્ષ જે જવાબદારી આપશે તે પૂરી કરીશ એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.

હાલમાં દેશના કેટલાકં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. આ રાજ્યમાં ફડણવસી પ્રચારક તરીકે ભાગ લઇ રહ્યા હોવાથી તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં ડગલું ભરી રહ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી હતી. ફડણવીસ આવનારા સમયમાં દિલ્હીના રાજકારણમાં સક્રિય થશે અને ઉત્તર મુંબઇમાંથી લોકસભાની ચૂંટણી લડશે એવી ચર્ચાઓ પણ થઇ રહી હતી. જોકે ગુરુવારે પત્રાકારો સાથેની અનૌપચારિક વાતમાં તેમણે આ વાતને સંપૂર્ણ રીતે રદિયો આપી દીધો હતો.


રાજકારણમાં આગામી 10 દિવસમાં શું થશે એની ખબર હોતી નથી. જોકે હું આવાત દસ વર્ષ બાદ પણ ભાજપના કાર્યકર્તા તરીકે જ કામ કરતો હોઇશ અને પક્ષ આપશે એ જવાબદારી પૂરી કરીશ એમ ફડણવીસે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. રાજ્યના રાજકારણમાં ખૂબ જ કડવાશ આવી ગઇ છે અને ચૂંટણીના સમયમાં તે વધી જાય છે. જોકે લોકસભાની ચૂંટણી પછી તે ઓછી થઇ જશે એવી અપેક્ષા પણ ફડણવીસે વ્યક્ત કરી હતી.


સ્થાનીક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે ભાજપ ક્યારેય તૈયાર છે આ બાબતની અરજી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીગ છે તેથી આ ચૂંટણી સ્થગિત છે. એ ભાજપને કારણે રોકાયેલી નથી. હાલમાં જ થયેલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં જે પિરણામ આવ્યું છે એ જ પિરણામ આ ચૂંટણીમાં પણ આવશે અને ભાજપને મોટી સફળતા મળશે એવો વિશ્વાસ ફડણવીસે વ્યક્ત કર્યો હતો. હું આગામી દિવાળી સાગર બંગલા પર જ મનાવીશ, વર્ષા આખરે સાગરને જ મળે છે એવું તાર્કીક વક્તવ્ય ફડણવીસે કર્યું હું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button