ફડણવીસે મને કોઈ વચન આપ્યું નહોતું: ભુજબળ
મુંબઈ: રાજ્યમાં મહાયુતિની સરકાર બનીને એક મહિનો થઈ ગયો છે. જો કે મહાયુતિના કેટલાક નેતાઓને કૅબિનેટમાંથી પડતા મુકવામાં આવ્યા છે, જેથી હજુ પણ કેટલાક નેતાઓમાં નારાજગીની લાગણી જોવા મળી રહી છે. એનસીપી (અજિત પવાર) પાર્ટીના નેતા છગન ભુજબળને પણ કેબિનેટમાં તક મળી નથી. આથી ભુજબળે અનેકવાર જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે અજિત પવાર સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસો પહેલા છગન ભુજબળ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બેઠકમાં રાજકીય ચર્ચા બરાબર શું થઈ? ઘણા લોકો આ વિશે વિવિધ અટકળો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કૅબિનેટમાંથી છગન ભુજબળને બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો આંતરિક મુદ્દો: ભરત ગોગાવલે
આ બેઠક બાદ છગન ભુજબળ થોડા દિવસો માટે વિદેશ પ્રવાસે ગયા હતા. ગુરુવારે તેઓ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. આ પ્રસંગે છગન ભુજબળને નારાજગી સંદર્ભે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બેઠકમાં બરાબર શું ચર્ચા થઈ? વળી, શું તમને ફડણવીસે પ્રધાનપદનું વચન આપ્યું છે? એવા સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસે મને પ્રધાનપદ અંગે કોઈ બાંયધરી આપી નથી.
છગન ભુજબળે એમ પણ કહ્યું હતું કે, મને કોઈનો ફોન આવ્યો નથી અને જો આવ્યો હોત તો પણ હું તમને કહીશ નહીં. જો કે, મેં થોડા સમય માટે મારી જાતને રાજકારણથી સંપૂર્ણપણે દૂર રાખ્યું હતું. તેઓ આખી જિંદગી રાજકારણ કરી છે. તેથી થોડા સમય માટે મગજને રાહત આપવી પડશે, એમ છગન ભુજબળે કહ્યું હતું.
છગન ભુજબળે કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસે મને પ્રધાનપદ વિશે કશું કહ્યું નથી. તેઓએ માત્ર એટલું જ કહ્યું કે 7 થી 10 દિવસ રાહ જુઓ અને પછી ચર્ચા કરો. મને પ્રધાન બનાવવા કે અન્ય કોઈ જવાબદારી આપવા અંગે કંઈ જ કહેવામાં આવ્યું નથી. મેં પણ એવું કશું કહ્યું નથી, એમ પણ ભુજબળે કહ્યું હતું.