કાઠમંડુમાં કોની મિટિંગ હતી? અર્બન નક્સલવાદ અંગે દેવેન્દ્ર ફડણવીસનો સૌથી મોટો દાવો
નાગપુર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વિધાનસભામાં નક્સલવાદ પર પોતાનુ વલણ રજુ કર્યું હતું. આ વખતે તેમણે નક્સલવાદ સામે યુદ્ધનું આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, નક્સલવાદીઓ શું કરે છે? નક્સલવાદી ભારતના બંધારણમાં માનતા નથી. ભારતે બનાવેલી લોકશાહીમાં માનતા નથી. ભારતીય બંધારણ દ્વારા નિર્મિત કોઈપણ સંસ્થામાં માનતા નથી. સમાંતર રાજ્ય બનાવવાની વાતો કરે છે. જ્યારે દેશમાં આ નક્સલવાદ સામે મોટી લડાઈ શરૂ થઈ, ત્યારે નક્સલવાદીઓ મોટી સંખ્યામાં મરવા લાગ્યા, નવી ભરતીઓ ઓછી થવા લાગી, તે સમયે શહેરોમાં જે કંઈ નક્સલવાદ જોવા લાગ્યો અને પછી અરાજકતાના એ જ વિચારો ફરી થવા લાગ્યા. આપણા બાળકોમાં આવા વિચાર રોપવામાં આવે છે.
‘ખાસ કરીને આપણે બધા તેમાંથી પસાર થયા છીએ, જ્યારે આપણી ઉંમર સોળથી સત્તરથી 27 થી 28 સુધીની હોય ત્યારે આ ઉંમર એવી હોય છે, જેમાં માણસ દરેક વસ્તુને નકારે છે. કારણ કે તેનામાં સમજણ હોતી નથી. તેથી દરેકની એવી માનસિકતા હોય છે કે કોઈપણ બાબતમાં ક્રાંતિ થવી જોઈએ. તેમના ક્રાંતિના માર્ગો અલગ છે, પરંતુ આ વર્ગને પકડવા માટે, તેમાં અરાજકતા રોપવા માટે, મહોરારૂપ સંસ્થાઓ બનાવવામાં આવી હતી, તે મહોરારૂપ સંસ્થાનું લોકપ્રિય નામ, અમે લોકપ્રિય નથી કર્યું, તેથી હું 2012 ના દસ્તાવેજો લાવ્યો.તે સમયે તેનું લોકપ્રિય નામ પડ્યું અર્બન નક્સલવાદ, એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો: MVAના કાર્યકાળમાં ફડણવીસ અને શિંદે સામે કાવતરું ઘડાયાનો દરેકરનો આક્ષેપ
શહેરી નક્સલવાદ અંગે દેવેન્દ્ર ફડણવીસ શું કહ્યું?
‘શહેરી નક્સલવાદ શું છે, દેશના બંધારણને નામ લેવાનું, પરંતુ દેશના બંધારણ દ્વારા તૈયાર કોર્ટ, આરબીઆઈ, ચૂંટણી પંચ જેવી સિસ્ટમ વિશે લોકોના મનમાં શંકા પેદા કરવી, જેથી લોકોનો વિશ્ર્વાસ ઉઠી જવો જોઈએ. વિચારો કે આ દેશની દરેક સ્વાયત્ત સંસ્થા અંગે લોકોમાં અવિશ્ર્વાસ પેદા થશે ત્યારે શું થશે? લોકો બળવો કરશે. તેઓ બળવામાં વાસ્તવમાં શું કરશે? ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણ તોડીને તેને સ્થાને અરાજકતા લાવવાનો પ્રયાસ કરશે. આ તેમનો પ્રયાસ છે,’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
કાઠમંડુમાં કોની મિટિંગ હતી?
15 નવેમ્બર, 2024 ના રોજ કાઠમંડુમાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ‘ભારત જોડો’ના કેટલાક લોકો ગયા હતા. મારી પાસે આખો રિપોર્ટ છે. આ ફક્ત કાઠમંડુમાં જ થાય છે એવું નથી, હું તમને ભૂતકાળમાં લઈ જાઉં છું. આ ‘ભારત જોડો’માં લગભગ 180 સંસ્થાઓ જોડાઈ હતી. તેઓએ ચૂંટણીના સમયગાળા દરમિયાન ‘ભારત જોડો’ તરીકે કાર્યક્રમો કર્યા, પેમ્ફલેટ બનાવ્યા, જેમાંથી લગભગ 40 સંસ્થાઓને મહોરાંરૂપ સંગઠન તરીકે ઓળખી કાઢવામાં આવી છે. આ મેં કર્યું નથી. 2012માં સ્વ.ગિરીશ બાપટે પ્રશ્ર્ન પૂછ્યો હતો, તે સમયે આર. આર. પાટીલ રાજ્યના ગૃહ પ્રધાન હતા,’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
પુણે જિલ્લામાં નક્સલવાદીઓની તાલીમ અંગે એક પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો, બાળા નાંદગાંવકરે પણ તેના પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આનો જવાબ આપતાં આર. આર. પાટીલે શહેરી નક્સલ તરીકે જે મહોરાંરૂપ સંગઠનોનો ઉલ્લેખ કર્યો છે, તેમાં ભારત જોડો આંદોલનમાં સામેલ કેટલાક સંગઠનો અથવા પેમ્ફલેટ લઈને લોકસભામાં તમારા માટે કામ કરનારી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ગોપાલ શેટ્ટીએ 2013માં વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, તે સમયે ગૃહ વિભાગે 48 સંસ્થાઓની યાદી જાહેર કરી હતી. આ યાદી અમારા સમયની નથી આર. આર. પાટીલના સમયની છે. રાજ્યમાં ખાસ કરીને વિદર્ભમાં 20 જેટલી સંસ્થાઓ કાર્યરત છે. તે બધાના આ યાદીમાં નામ છે,’ એવો દાવો દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.