સરકારી અને ખાનગી હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે સજ્જ: ટ્રેન અકસ્માત અંગે ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોની સારવાર માટે જળગાંવ જનરલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલો તૈયાર રાખવામાં આવી છે.
‘જળગાંવ જિલ્લાના પચોરા નજીક એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જીવ ગુમાવવો (જે) ખૂબ જ દુ:ખદ છે. હું તેમને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું,’ એમ દાવોસમાં રહેલા ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે રાજ્યના પ્રધાન ગિરીશ મહાજન અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કલેક્ટર ટૂંક સમયમાં ત્યાં પહોંચશે.
જળગાંવ જિલ્લા વહીવટીતંત્ર રેલવે સાથે સંકલનમાં કામ કરી રહ્યું છે, અને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે કહ્યું કે ઘટનાસ્થળે આઠ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. જનરલ હોસ્પિટલ તેમજ નજીકની અન્ય ખાનગી હોસ્પિટલોને ઘાયલોની સારવાર માટે તૈયાર રાખવામાં આવી છે.
આ પણ વાંચો: સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના કે કાવતરું? એન્જીન ભારે પથથર સાથે અથડાયું હોવાનો દાવો
‘ગ્લાસ કટર, ફ્લડલાઇટ વગેરે જેવા કટોકટીના સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છું,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.
જળગાંવ જિલ્લામાં બુધવારે સાંજે આગની અફવાને કારણે પુષ્પક એક્સપ્રેસમાંથી પાટા પર ઉતરીને બીજી ટ્રેન નીચે આવી જતાં ઓછામાં ઓછા 10 ટ્રેન મુસાફરોના મોત થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.