દરેકનું ઘરનું સપનું પૂરું કરાશે- મુખ્યપ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે :- દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે આ સરકાર દરેકનું ઘરનું સપનું પૂરું કરશે.
કોંકણ હાઉસિંગ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ બોર્ડ (મ્હાડાનું એક વિભાગીય એકમ) કોંકણ વિભાગમાં 5 હજાર 311 ફ્લેટના વેચાણ માટે 2023-24માં મ્હાડા ફ્લેટ્સ કોમ્પ્યુટરાઈઝ્ડ લોટરી કાઢ્યા બાદ તેઓ બોલી રહ્યા હતા.
થાણેના રામ ગણેશ ગડકરી રંગાયતન નાટ્યગૃહ ખાતે લોટરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાઉસિંગ મિનિસ્ટર અતુલ સાવે, વિધાન પરિષદના વિધાન સભ્ય નિરંજન ડાવખરે, વિધાન સભ્ય સંજય કેલકર, ભૂતપૂર્વ વિધાન સભ્ય રવિન્દ્ર ફાટક, મ્હાડાના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ જયસ્વાલ આ પ્રસંગે હાજર હતા.
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે અન્ન, વસ્ત્ર અને આશ્રય સમય અને સમાજની મૂળભૂત જરૂરિયાતો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો આ માટે તમામ પ્રયાસો કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે. આ ફ્લેટ લોટરી દ્વારા ઓછી આવક જૂથ, ખૂબ ઓછી આવક જૂથ અને મધ્યમ આવક જૂથના લોકોને ફાળવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, અમને કેન્દ્ર તરફથી ઘણી મદદ મળી રહી છે. રાજ્ય સરકારે મોટા પાયે મકાનોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. મિલ કામદારોને આવાસ આપવાનું પણ શરૂ થયું છે. રાજ્ય સરકાર અનેક જરૂરિયાતમંદ પરિવારોને મકાનો આપી રહી છે. આ સામાન્ય માણસની સરકાર છે અને તમામ કામ પારદર્શક રીતે થાય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશની અર્થવ્યવસ્થા પ્રગતિ કરી રહી છે અને હવે આપણો દેશ ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. દેશ અને રાજ્યમાં સર્વાંગી વિકાસ જોવા મળે છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આ તમામ મકાનો સમયસર પૂર્ણ થવા જોઈએ. સમયસર મકાન પૂર્ણ કરનારને સન્માનિત કરવામાં આવશે જ્યારે સમયસર કામ પૂર્ણ નહીં કરનારાઓને ચોક્કસપણે દંડ કરવામાં આવશે.
અંતે, મુખ્યપ્રધાને લોટરી 2023-24માં મકાનો મેળવનારા તમામ લોકોને અભિનંદન આપ્યા