
સ્વીડિશ-ગ્રીક એક્ટ્રેસ એલી એવરામ અવારનવાર પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડાક સમય પહેલાં જ આશિષ ચંચલાની અને એલી એવરામના અફેયરની અફવાઓ સાંભળવા મળી હતી. પરંતુ આ સમયે જ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના અફેયરની વાતો પણ સામે આવી જેને કારણે ફેન્સ ખૂબ જ ગૂંચવણમાં મૂકાઈ ગયા હતા. બંનેને અનેક વખત સાથે સ્પોટ થયા છે, કયારેક ફેમિલી ફંક્શન તો ક્યારેક જાહેરમાં. ચાલો જોઈએ કેવી હતી હાર્દિક અને એલીની આ ક્યુટ લવ સ્ટોરી-
હાર્દિક પંડ્યા અને એલી એવરામના અફેયરથી ભાગ્યે જ કોઈ એવું હશે જે વાકેફ નહીં હોય. વર્ષો પહેલાં બંનેને અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ હાર્દિક સાથે એલી એવરામ ક્રિકેટ ટૂર પર સ્પોટ થઈ હતી. આ બધાને કારણે ફેન્સના મનમાં બંનેના સંબંધને લઈને અનેક સવાલો પેદા થયા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધોને કન્ફર્મ કર્યા નહોતા.
આ પણ વાંચો: ઈશા ગુપ્તા જ નહીં પણ આ છ એક્ટ્રેસ સાથે પણ જોડાઈ ચૂક્યું છે Hardik Pandyaનું નામ…
હાર્દિક પંડ્યા અને એલી એવરામ અનેક ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળી હતી. હાર્દિકના મોટાભાઈ કૃણાલ પંડ્યાના લગ્નમાં પણ એલીએ હાજરી આપી હતી. આ ઘટના બાદ તો બધાએ એવું માની લીધું હતું કે બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ આ સંબંધનો પણ ખાસ કોઈ પરિણામ નહીં આવ્યું.
દરમિયાન 2020માં હાર્દિક પંડ્યાએ સાર્બિયન મોડેલ અને એક્ટ્રેસ નતાસા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. ત્યાર બાદ એલી એવરામે પોતાના એક્સ એકાઉન્ટ પર એક ક્રિપટિક પોસ્ટ શેર કરી હતી જેની ઉપર લખ્યું હતું કે બી યોર ઓન એન્જલ ધિસ ટાઈમ. આ પોસ્ટ બાદ નેટિઝન્સને લાગ્યું કે એલીએ આ પોસ્ટ હાર્દિક માટે કરી હતી. આ પોસ્ટને લઈને ખાસો એવો વિવાદ પણ થયો હતો. આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે એલી એવરામે સ્પષ્ટતા કરવી પડી હતી કે તેની પોસ્ટનો હાર્દિક સાથે કોઈ સંબંધ નથી. હાર્દિક પંડ્યા અને નતાસાની સગાઈથી તે ખૂબ જ ખુશ છે.
આ પણ વાંચો: Arjun Kapoorને કઈ વાતનું દુઃખ સતાવી રહ્યું છે, પોસ્ટ થઈ વાઈરલ…
હવે થોડાક સમય પહેલાં જ એલી એવરામ યુટ્યૂબર આશિષ ચંચલાની સાથે જોવા મળી હતી અને બંને જણ વચ્ચે સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળ્યો હતો. આશિષ અને એલીના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા અને ત્યારથી જ બંનેના અફેયરની ચર્ચા શરી થઈ ગઈ છે. જોકે, બાદમાં આશિષ ચંચલાનીએ પણ પોસ્ટ કરીને જણાવ્યું કે તેનું અને એલીનું નવું ગીત ચાંદનિયા રિલીઝ થયું છે અને એક્ટ્રેસ સાથે રોમેન્ટિક પોઝમાં ફોટો શેર કરવો પ્રોજેક્ટનો હિસ્સો હતો. બંને સારા મિત્રો છે અને એથી વિશેષ કંઈ જ નથી.