શિંદેનો પ્રોજેક્ટ ફડણવીસે રદ કર્યોઃ ઉદ્ધવ ઠાકરેએ નિર્ણયને વધાવ્યો

મુંબઈ/જાલના: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં મહાવિકાસ આઘાડી હોય કે પછી મહાયુતિ. મહાયુતિમાં ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે શિતયુદ્ધ ચાલી રહ્યું હોવાના અહેવાલોને શિંદેએ ફગાવ્યા હતા. હવે જાલનામાં શિંદેના હાઉસિંગ પ્રોજેક્ટને ફડણવીસે રદ્દ કરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
શિવસેના (યુબીટી)ના નેતા સંતોષ સાંબ્રેએ આજે જાલનામાં 900 કરોડ રૂપિયાના સિડકો હાઉસિંગ પ્રોજેક્ટને રદ કરવાના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયની પ્રશંસા કરી હતી.
પત્રકાર પરિષદ સંબોધતા ભૂતપૂર્વ વિધાનસભ્યએ જણાવ્યું હતું કે 2019માં ખારપુડી નજીક 301 એકરના પ્લોટ પર વિચારાધીન કરવામાં આવેલા આ પ્રોજેક્ટને એક કન્સલ્ટન્ટે આર્થિક રીતે અવ્યવહારુ ગણાવતો અહેવાલ આપ્યા બાદ પડતો મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને નાશિક કોર્ટે આપી સજા, વિધાનસભ્યપદ જોખમમાં?
સાંબ્રેએ જણાવ્યું હતું કે ‘બ્રુઆરી 202માં જ્યારે એકનાથ શિંદે સરકાર સત્તામાં હતી ત્યારે આ પ્રોજેક્ટ પુનર્જીવિત કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો નીચા દરે જમીન ખરીદી નફો રળવા ઊંચા ભાવે સિડકોને વેચી રહ્યા છે.
મુખ્ય પ્રધાનનો પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય આવકાર્ય છે. જુલાઈ 2020માં પડતો મુકાયેલો પ્રોજેક્ટ 2023માં કેમ પુનર્જીવિત કરવામાં આવ્યો હતો એ વિશે મેં અગાઉ ફરિયાદ કરી હતી. (પીટીઆઈ)